જામનગરમાં આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર, સટ્ટો રમતાં એક વેપારી ઝડપાયો અન્ય એક ફરાર
જામનગર, 12 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી એક વેપારીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં શરૂ સેકશન રોડ પર ગણેશ પાનની દુકાન પાસે જ
ધરપકડ


જામનગર, 12 એપ્રિલ (હિ.સ.) : જામનગર શહેરમાં આઇપીએલ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાતો હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી એક વેપારીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે.

જામનગરમાં શરૂ સેકશન રોડ પર ગણેશ પાનની દુકાન પાસે જાહેરમાં મોબાઇલ મારફતે, આઈ.પી.એલ. ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.

આ દરમિયાન પોલીસે યશ નિલેશભાઈ વડેરા (ઉ.વ. ૨૪ વર્ષ), રહે. ખોડિયાર કોલોની, જામનગરને પકડી પાડ્યો હતો, જ્યારે તેનો સાથી પારસભાઈ વિજયભાઈ ખેતીયા ફરાર થઈ ગયો હતો.

તપાસ દરમિયાન આરોપી પોતાના મોબાઇલમાં ક્રિકેટ ની આઈડી મારફતે, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આઈ.પી.એલ. ની મેચ પર સટ્ટો રમતો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે તેની પાસેથી રૂ. 520 રોકડા તથા મોબાઇલ ફોન (કિંમત રૂ. 50,000) મળી કુલ રૂ. 50,0520નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande