જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસે, હિટ એન્ડ રન : યુવાનનું ટ્રક હેઠળ કચડાઈ જતાં કરુણ મૃત્યુ
જામનગર, 12 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, અને રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો ભીખુભાઈ નરસિંહભાઈ ભોજાણી
અકસ્માત


જામનગર, 12 એપ્રિલ (હિ.સ.) : જામનગરમાં હિટ એન્ડ રનનો વધુ એક બનાવ બન્યો છે, અને રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને ટ્રક ચાલકે કચડી નાખતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો ભીખુભાઈ નરસિંહભાઈ ભોજાણી નામનો 40 વર્ષનો યુવાન ગઈકાલે ખીજડીયા બાયપાસ પાસે રસ્તો ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા જી.જે.-3 બી.ડબ્લ્યુ.2891 નંબરના ટ્રકના ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખતા ગંભીર ઇજા થઈ હતી, અને તેનું મૃત્યુ નીપજયું હતું.

આ બનાવા અંગેની મૃતકની બહેન લક્ષ્મીબેન પ્રવીણભાઈ ગોહિલે, પોલીસને જાણ કરતા પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ આર પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande