આધુનિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી એકબીજાના પૂરક છેઃ સી. પી. રાધાકૃષ્ણન
નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને રવિવારે જણાવ્યું હતું કે, આધુનિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી એકબીજાના પૂરક છે. રાષ્ટ્રનું સર્વાંગી ઉત્થાન ત્યારે જ શક્ય છે જ્યારે વિકાસ અને વારસો સાથે-સાથે ચાલે. ઉપરાષ્ટ્રપ
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન


નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને રવિવારે જણાવ્યું હતું કે, આધુનિક વિકાસ અને સાંસ્કૃતિક જાળવણી એકબીજાના પૂરક છે. રાષ્ટ્રનું સર્વાંગી ઉત્થાન ત્યારે જ શક્ય છે જ્યારે વિકાસ અને વારસો સાથે-સાથે ચાલે.

ઉપરાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વિજ્ઞાન અને તકનીકી હસ્તક્ષેપો દ્વારા આદિવાસીઓના જીવનમાં પરિવર્તન-ભાષા, આસ્થા અને સંસ્કૃતિનું સંરક્ષણ વિષય પર એક પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. આ પરિષદનું આયોજન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા નોર્થ ઇસ્ટ સેન્ટર ફોર ટેક્નોલોજી એપ્લિકેશન એન્ડ રીચ (એનઇસીટીએઆર) અને આઇટીઆઇટીઆઈ દૂન સંસ્કૃતિ સ્કૂલ, દહેરાદૂનના સહયોગથી કરવામાં આવ્યું હતું.

2047 સુધીમાં ભારતને વિકસિત કરવાનો અર્થ એ નથી કે આપણી સંસ્કૃતિને ભૂલી જવું. 'વિકાસ ભી, વિરાસત ભી ના સિદ્ધાંતનો અર્થ એ છે કે, આપણે આધુનિક ટેકનોલોજી અપનાવતી વખતે પણ આપણી જૂની પરંપરાઓને જાળવી રાખીશું, કારણ કે આ બંને એકબીજાના પૂરક છે

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યારે આધુનિક વિજ્ઞાન ભાષા, આસ્થા અને સંસ્કૃતિ સાથે સુમેળમાં કામ કરે છે, ત્યારે તે સંરક્ષણ અને સશક્તિકરણ માટે એક શક્તિશાળી શક્તિ બની જાય છે. તેમણે કહ્યું કે આદિવાસી સમુદાયો પાસે અમૂલ્ય પરંપરાગત જ્ઞાન છે જે જૈવવિવિધતા અને વન સંસાધનોના ટકાઉ ઉપયોગમાં મદદરૂપ છે. સદીઓથી આ સમુદાયોએ ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આસ્થા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખ્યો છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં હરિત આર્થિક વિકાસની અપાર સંભાવનાઓ છે. આદિવાસી સમુદાયો ડિઝાઇન, કાપડ અને રંગ સંયોજનમાં અસાધારણ કુશળતા ધરાવે છે, જે પેઢીઓથી સંરક્ષિત છે. તેમણે આદિજાતિ બાબતોના મંત્રાલયની સ્થાપના કરવા બદલ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેને આદિજાતિ સમુદાયો માટે ન્યાય, સન્માન અને તક માટે નૈતિક પ્રતિબદ્ધતા ગણાવી હતી.

સરકારની મુખ્ય પહેલો પર પ્રકાશ પાડતા તેમણે પ્રધાનમંત્રી-જનમાન કાર્યક્રમનો ઉલ્લેખ કર્યો હતો, જે અંતર્ગત આશરે 7,300 કિલોમીટરની લંબાઈ માટે 2400થી વધુ રસ્તાઓ અને 160થી વધુ પુલોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે ધરતી આભ જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે 63 હજાર આદિવાસી ગામડાઓને આવરી લે છે, જેમાં સ્વચ્છ પાણી, આવાસ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ટકાઉ આજીવિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

સી. પી. રાધાકૃષ્ણને પૂર્વોત્તર પ્રદેશમાં માળખાગત સુવિધાઓ અને જોડાણમાં નોંધપાત્ર વિકાસ પર પ્રકાશ પાડ્યો હતો અને સર્વસમાવેશક વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર તરણજીત સિંહ સંધુ, અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ચૌના મીન, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રો. અભય કરંદીકર અને તરુણ વિજય, ભૂતપૂર્વ સાંસદ અને આઈટીઆઈટીઆઈ દૂન સંસ્કૃતિ સ્કૂલના સ્થાપક ટ્રસ્ટી તરુણ વિજય વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર /શ્રદ્ધા દ્વિવેદી/અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande