નેપાળના પ્રધાનમંત્રીએ સંસ્કૃત શ્લોક દ્વારા નેપાળી નવા વર્ષની શુભેચ્છાઓ આપી
કાઠમંડુ, નવી દિલ્હી, 14 એપ્રિલ (એ. એચ.) નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે, નેપાળી નવા વર્ષ વિક્રમ સંવત 2083ના અવસર પર સંસ્કૃત શ્લોક દ્વારા તમામ નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ આપી હતી, જે બૈસાખી તહેવારથી શરૂ થાય છે.મંગળવારે સોશિયલ મી
નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ


કાઠમંડુ, નવી દિલ્હી, 14 એપ્રિલ (એ. એચ.) નેપાળના પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહે, નેપાળી નવા વર્ષ વિક્રમ સંવત 2083ના અવસર પર સંસ્કૃત શ્લોક દ્વારા તમામ નાગરિકોને સુખ, શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ આપી હતી, જે બૈસાખી તહેવારથી શરૂ થાય છે.મંગળવારે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે,

‘‘सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखभाग् भवेत्॥’

આ શ્લોકનો અર્થ સમજાવતા તેમણે દરેકના જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સુખાકારીની કામના કરી હતી. તેમણે કહ્યું હતું કે, સદાય સારાની જીત થાય, જીવન ૃનિર્વિઘ્ન રહે અને દુઃખનો નાશ થાય. તેમણે નવા વર્ષ 2083ના આ શુભ અવસર પર બધાને ખુશી, શાંતિ અને સમૃદ્ધિની હાર્દિક શુભેચ્છાઓ આપી હતી.

આજે નવા વર્ષના પ્રથમ દિવસે દેશના રાજકીય પક્ષોના નેતાઓ, જન પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓ સોશિયલ મીડિયા દ્વારા દેશ અને વિદેશમાં રહેતા નેપાળી નાગરિકોને શુભેચ્છાઓ આપી રહ્યા છે. આ જ ક્રમમાં, પ્રધાનમંત્રી શાહે પણ સંસ્કૃત શ્લોક દ્વારા બધાના કલ્યાણની શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.તે નોંધપાત્ર છે કે નેપાળી નવું વર્ષ સમગ્ર દેશમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. લોકો મંદિરોમાં પ્રાર્થના કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે.-

હિન્દુસ્થાન સમાચાર /પંકજ દાસ/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande