
નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.).પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બુધવારે સમ્રાટ ચૌધરીને બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના નેતૃત્વમાં રાજ્યના સર્વાંગી વિકાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમ્રાટ ચૌધરીની ઊર્જા, જનસેવા પ્રત્યે સમર્પણ અને જમીન પરનો અનુભવ બિહારના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમના નેતૃત્વમાં રાજ્ય લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરીને નવી ઊંચાઈઓ હાંસલ કરશે.
પ્રધાનમંત્રીએ, વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવને બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે, બંને નેતાઓનો વિશાળ અનુભવ અને જાહેર હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા રાજ્યના વિકાસને નવી દિશા અને વેગ આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, નવી સરકાર સુશાસન, પારદર્શિતા અને લોક કલ્યાણના ક્ષેત્રોમાં નવા માપદંડ સ્થાપિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર /સુશીલ કુમાર/પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ