સાંસદ રાઘવ ચઢ્ઢાને, કેન્દ્ર તરફથી ઝેડ શ્રેણીની સુરક્ષા મળી
નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) કેન્દ્ર સરકારે, આમ આદમી પાર્ટી (આપ) ના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતી અને ખતરાના મૂલ્યાંકન બાદ આ નિર્ણય લેવામાં આ
રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢા


નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) કેન્દ્ર સરકારે, આમ આદમી પાર્ટી (આપ) ના રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાને ઝેડ શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતી અને ખતરાના મૂલ્યાંકન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.દિલ્હી અને પંજાબમાં અર્ધલશ્કરી દળો દ્વારા રાઘવનું રક્ષણ કરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં દિલ્હી પોલીસને તેમની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે અને બાદમાં કેન્દ્રીય વ્યવસ્થા તેમની સુરક્ષાનું ધ્યાન રાખશે.

અગાઉ પંજાબની આપ સરકારે રાઘવ ચઢ્ઢાને આપવામાં આવેલી ઝેડ પ્લસ સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. તેઓ પંજાબથી રાજ્યસભાના સભ્ય છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ તાજેતરમાં રાઘવ ચઢ્ઢાને, રાજ્યસભામાં પક્ષના નાયબ નેતા પદેથી હટાવી દીધા હતા અને તેમના સ્થાને અશોક મિત્તલને નિયુક્ત કર્યા હતા. આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સચિવાલયને પણ જાણ કરી હતી કે, ચઢ્ઢાને હવે પક્ષના ક્વોટામાંથી બોલવા માટે સમય ન આપવો જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર /અનુપ શર્મા/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande