સાધ્વી નિરંજન જ્યોતિને ધમકી મળી
નવી દિલ્હી, 15 એપ્રિલ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમાં પછાત વર્ગ આયોગના અધ્યક્ષ સાધ્વી નિરંજન જ્યોતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેના સત્તાવાર ઇમેઇલ પર મળેલી ધમકી ઓફિસ અને રહેઠાણને નિશાન બનાવવાની વાત કરે છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી
સાધ્વી નિરંજન જ્યોતિ-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 15 એપ્રિલ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમાં પછાત વર્ગ આયોગના અધ્યક્ષ સાધ્વી નિરંજન જ્યોતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેના સત્તાવાર ઇમેઇલ પર મળેલી ધમકી ઓફિસ અને રહેઠાણને નિશાન બનાવવાની વાત કરે છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, સાધ્વી નિરંજન જ્યોતિ, આજે સવારે 11.15 વાગ્યે પોતાની ઓફિસમાં હતા. આ સમય દરમિયાન તેમના સત્તાવાર ઇમેઇલ પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સાધ્વીએ તાજેતરમાં જ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર /અનુપ શર્મા/પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande