અમરેલીના સાંસદ ભરત સુતરિયા શાયરના અંદાજમાં ઝળક્યા, રાજકીય મંચ પર શાયરીથી આપ્યો સંદેશ
અમરેલી, 16 એપ્રિલ (હિ.સ.) : અમરેલીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સાંસદ ભરત સુતરિયા ફરી એકવાર શાયરના અંદાજમાં જોવા મળ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં મંચ પરથી તેમણે શાયરી રજૂ કરી, જેને લઈને કાર્યક્રમમાં એક અલગ જ માહોલ સર્જાયો હ
અમરેલીના સાંસદ ભરત સુતરિયા શાયરના અંદાજમાં ઝળક્યા, રાજકીય મંચ પર શાયરીથી આપ્યો સંદેશ


અમરેલી, 16 એપ્રિલ (હિ.સ.) : અમરેલીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન સાંસદ ભરત સુતરિયા ફરી એકવાર શાયરના અંદાજમાં જોવા મળ્યા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં મંચ પરથી તેમણે શાયરી રજૂ કરી, જેને લઈને કાર્યક્રમમાં એક અલગ જ માહોલ સર્જાયો હતો.

રાજકીય ચર્ચાઓ વચ્ચે ભરત સુતરિયાએ શાયરી દ્વારા સંદેશ આપવાનો અનોખો પ્રયાસ કર્યો. “તું મુઝે, મેં તુઝે ઈલ્ઝામ તો દેતે હૈં…” જેવી પંક્તિઓ દ્વારા તેમણે પરસ્પર દોષારોપણની રાજનીતિ પર કટાક્ષ કર્યો. તેમની આ રજૂઆત માત્ર રાજકીય સંદેશ પૂરતી સીમિત રહી નહીં, પરંતુ ઉપસ્થિત શ્રોતાઓને વિચાર કરવા પણ પ્રેરણા આપી. કાર્યક્રમ દરમિયાન તેમની શાયરીએ સૌનું ધ્યાન ખેંચ્યું અને તાળીઓના ગડગડાટ વચ્ચે તેમની વાતોને સ્વીકાર મળ્યો. રાજકીય મંચ પર આ રીતે સાહિત્યિક અભિવ્યક્તિ દ્વારા સંદેશ આપવાની શૈલી લોકોમાં નવી ઊર્જા જગાડે છે.

સાંસદ ભરત સુતરિયા અગાઉ પણ આવી શાયરી માટે જાણીતા રહ્યા છે અને આ વખતે પણ તેમણે પોતાની આગવી ઓળખને વધુ મજબૂત બનાવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande