પોરબંદરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા.
પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના રઘુવંશી સોસાયટી નજીક આવેલા એકપાર્ટમેન્ટમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. રઘુવંશી સોસાયટી નજીક આવેલા એપાર્ટમેન્ટમા ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો
પોરબંદરમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડા.


પોરબંદર, 16 એપ્રિલ (હિ.સ.)પોરબંદરના રઘુવંશી સોસાયટી નજીક આવેલા એકપાર્ટમેન્ટમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી ચાર જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. રઘુવંશી સોસાયટી નજીક આવેલા એપાર્ટમેન્ટમા ચાલી રહેલા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા પિયુષ ઉર્ફે ગણેશ રમણિકલાલ પોપટ, જીગ્નેશ ઉર્ફે જીગો ભીખુભાઈ ઠકરાર,નિલેષ ઉર્ફે બકાલી ભીખુભાઈ ઠકરારને ઝડપી લીધા હતા, જયારે નિલેષ રામભાઈ બાલસ નાશી જવામા સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રૂ.35540નો મુદામાલ કબ્જે કર્યો હતો આ શખ્સો સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમા જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદર પોલીસ ગેરકાયદે ચાલતા આ જુગાર અડ્ડાઓની તપાસ કરી રહી હતી, જે દરમિયાન આ આરોપીઓ ઝડપી ગયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande