ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા
પાટણ, 16 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચાલી રહેલા મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી
ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા


ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે કોંગ્રેસના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા


પાટણ, 16 એપ્રિલ (હિ.સ.)પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચાલી રહેલા મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને રૂપિયા આપીને ફોર્મ પાછા ખેંચાવવાના લગાવાયેલા આક્ષેપોને રજની પટેલે પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી અને ભાજપ પર લગાવવામાં આવેલા આક્ષેપો નિરાધાર છે.

તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 25થી 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ દ્વારા લોકોનો વિશ્વાસ જીત્યો છે, જેના કારણે ભાજપની જીત નિશ્ચિત છે.

કોંગ્રેસ પાસે કોઈ મજબૂત મુદ્દા નથી, તેથી તેઓ ખોટા આક્ષેપો કરીને જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યું છે અને આક્ષેપો ખોટા સાબિત થશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande