પાસા ધારા હેઠળ ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરતા ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયત
ગીર સોમનાથ, 16 એપ્રિલ (હિ.સ.) : જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય- નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે સારું જિલ્લા મેજિસ્ટ્રેટ એન. વી. ઉપાધ્યાન દ્વારા અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી
પાસા ધારા હેઠળ ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ કરતા ચક્કી મુસ્તાક કુરેશીની અટકાયત


ગીર સોમનાથ, 16 એપ્રિલ (હિ.સ.) : જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ અને મતદારો નિર્ભય- નિષ્પક્ષ રીતે મતદાન કરી શકે તે સારું જિલ્લા મેજિસ્ટ્રેટ એન. વી. ઉપાધ્યાન દ્વારા અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઈસમો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. તાજેતરમાં જ સતત અસામાજિક પ્રવૃત્તિ આચરતો ઈશમ સોઈલ ઉર્ફે સોહિલ ઉર્ફે ચક્કી મુસ્તાક કુરેશી, ઉ.વ.૨૨, રહે.વેરાવળ કે જેઓ સહઆરોપીઓ સાથે ટોળી બનાવી છરી, તલવાર વિગેરે પ્રકારના તિક્ષ્ણ હથિયાર રાખીને નિર્દોષ લોકોને ગાળાગાળી કરી, ગંભીર ઇજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના, ભારતીય ન્યાય સહિતાના પ્રકરણ -૪,૬,૧૭ અને ૧૯ ની જોગવાઈના ભંગના કુલ -૩(ત્રણ ) તથા અન્ય ધારા હેઠળના -૩(ત્રણ) એમ કુલ -૬ (છ) જેટલા ગુન્હા વેરાવળ સિટી પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલા હતા.

આ ઈશમ ઝનૂની સ્વભાવવાળા હોવાથી ભવિષ્યમાં પણ આવી ગુન્હાહિત પ્રવૃત્તિ ચાલુ રાખીને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ તેમજ તેની આવી ભયજનક પ્રવુત્તિથી સમાજમાં નિર્દોષ લોકોમાં ભયનો માહોલ ઉભો થતો હોવાના કારણે જાહેર લોકોની સલામતી જાળવવા સારું તેની તાત્કાલિક અટકાયત કરવી આવશ્યક જણાતા તેને આવા જાહેર સુલેહશાંતી વિરુદ્ધનાં કૃત્ત્યો કરતો અટકાવવા સારું ગીર સોમનાથ જિલ્લા મેજિસ્ટ્રેટએ તા.૧૬/૦૪/૨૦૨૬ના રોજ પાસા ધારા તળે અટકાયત કરવા હુકમ કરતા મધ્યસ્થ જેલ, સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande