દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વડભેટ માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોત
દાહોદ/અમદાવાદ, 16 એપ્રિલ (હિ.સ.) : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વડભેટ માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોત. દેવગઢ બારીયા વડભેટ ગામમાં ચંપાબેન રાઠવા દ્વારા ચાર સંતાનો સાથે કૂવામાં કૂદકીને આત્મહત્યાનો પ્રયાસ, ત્રણ બાળકો
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વડભેટ માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોત


દાહોદ/અમદાવાદ, 16 એપ્રિલ (હિ.સ.) : દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વડભેટ માતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, 3 માસૂમ બાળકોના મોત. દેવગઢ બારીયા વડભેટ ગામમાં ચંપાબેન રાઠવા દ્વારા ચાર સંતાનો સાથે કૂવામાં કૂદકીને આત્મહત્યાનો પ્રયાસ, ત્રણ બાળકોના મોતથી શોકનો માહોલ.

જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વડભેટ ગામેથી એક અત્યંત આઘાતજનક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક પરિણીતાએ પોતાના ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કરૂણ ઘટનામાં ત્રણ માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે માતા અને એક પુત્રીનો આબાદ બચાવ થયો છે.

મળતી માહિતી અનુસાર વડભેટ ગામના સીમાડે રહેતી ચંપાબેન રાઠવા નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર આત્મઘાતી પગલું ભર્યું હતું. આ મહિલાએ પોતાના ચાર સંતાનો 12 વર્ષની પ્રિયંકા, 5 વર્ષનો ગિરિરાજ, 2 વર્ષનો રાજવીર અને પુત્રી સવિતા સાથે ગામના સીમાડે આવેલા એક કૂવામાં પડતું મૂક્યું હતું.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક કૂવા પાસે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ કૂવામાંથી તમામ પાંચેય વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. જોકે, કમનસીબે પ્રિયંકા, ગિરિરાજ અને રાજવીરનું પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande