વડાપ્રધાન મોદીએ, ચંદ્રશેખરની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની જન્મજયંતિ પર તેમનું ભાવપૂર્ણ સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. વડાપ્રધાન મોદીએ તેમના એક્સ પર લખ્યું કે, આ વર્ષે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરજીન
નમો


નવી દિલ્હી, 17 એપ્રિલ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની જન્મજયંતિ પર તેમનું ભાવપૂર્ણ સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

વડાપ્રધાન મોદીએ તેમના એક્સ પર લખ્યું કે, આ વર્ષે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચંદ્રશેખરજીના 100માં જન્મજયંતિ વર્ષની શરૂઆત થઈ રહી છે. આ એક સમૃદ્ધ અને ન્યાયપૂર્ણ ભારતના તેમના સ્વપ્નને, સાકાર કરવા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને દોહરાવવાની તક છે. શ્રી ચંદ્રશેખરજીને એક એવા જનનેતા તરીકે યાદ કરવામાં આવે છે, જેઓ સાહસ, દ્રઢ વિશ્વાસ અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની ઊંડી નિષ્ઠાથી પરિપૂર્ણ હતા.

તેમણે આગળ લખ્યું કે, ભારતની માટી સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા અને સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ પ્રત્યે સંવેદનશીલ ચંદ્રશેખરજીએ જાહેર જીવનમાં સાદગી અને સ્પષ્ટતાનો સંચાર કર્યો. મને એ પ્રસંગો સારી રીતે યાદ છે, જ્યારે મને તેમને મળવાનું અને રાષ્ટ્રના વિકાસ સાથે જોડાયેલા વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. હું ભારતના યુવાનોને આહવાન કરું છું કે, તેઓ ભારતની પ્રગતિની દિશામાં તેમના વિચારો અને પ્રયત્નો વિશે વધુમાં વધુ વાંચે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande