પાટણમાં ચૂંટણી પૂર્વે કિરીટ પટેલના ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપો
પાટણ, 18 એપ્રિલ (હિ.સ.)કિરીટ પટેલે પાટણમાં આગામી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના વોર્ડ 4 અને 11ના ઉમેદવારોના કાર્યાલયોના ઉદ્ઘાટન કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા. વોર્ડ 4 માટે વર્ષાબેન પટેલ
પાટણમાં ચૂંટણી પૂર્વે કિરીટ પટેલના ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપો


પાટણ, 18 એપ્રિલ (હિ.સ.)કિરીટ પટેલે પાટણમાં આગામી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના વોર્ડ 4 અને 11ના ઉમેદવારોના કાર્યાલયોના ઉદ્ઘાટન કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો હાજર રહ્યા હતા.

વોર્ડ 4 માટે વર્ષાબેન પટેલ, વિષ્ણુભાઈ પટેલ, વંદનાબેન દરબાર અને હર્ષદકુમાર વર્માના કાર્યાલય ખુલ્લા મુકાયા, જ્યારે વોર્ડ 11 માટે અરુણાબેન પટેલ, આશાબેન રબારી, ડી.એન. પટેલ અને ભવાનજી ઠાકોરના કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

જનસભાને સંબોધતા તેમણે પાટણ નગરપાલિકાના આર્થિક વહીવટ અને સફાઈ ટેન્ડરોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે આવક વધવા છતાં દેવું વધે તો તે ગેરવ્યવહાર અથવા નબળી વ્યવસ્થા દર્શાવે છે.

તેમણે સફાઈ માટે થતા મોટા ખર્ચ છતાં શહેર અસ્વચ્છ રહેવાનો મુદ્દો ઉઠાવ્યો અને મતદારોને મોંઘવારી તથા ભ્રષ્ટાચાર સામે સજાગ રહીને યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande