
સુરત, 18 એપ્રિલ (હિ.સ.) : શહેરના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા ખાતે રહેતા દંપતિએ તેમના ઘર પર રૂપિયા 22 લાખની મોર્ગેજ લોન લીધી હતી. જોકે લોન લીધા બાદ હપ્તા ભરપાઈ નહીં કરતા ફાઈનાન્સ કંપની દ્વારા તેમના ફ્લેટને સીલ કરી દેવામાં આવ્યું હતું. જોકે દંપતીએ સીલ તોડી નાખી ફ્લેટ પર ગેરકાયદે કબજો જમાવી લીધો હતો. આ વાતની જાણ થતા ફાયનાન્સ કંપનીના ઓફિસરે અમરોલી પોલીસ મથકમાં દંપતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગેરકાયદેસર ગૃહ અપપ્રવેશ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા ખાતે આવેલ આદર્શ નગર વિભાગ ૨ માં રહેતા અલ્પેશભાઈ અરજણભાઈ ધોળકિયા એ તેમની પત્ની ધર્મિષ્ઠાબેન અલ્પેશભાઈ ધોળકિયા સાથે મળી આદર્શ નગરમાં મકાનની ખરીદી કરી હતી. જે મકાન ઉપર તેઓએ રૂપિયા 22 લાખની મોર્ગેજ હોમ લોન લીધી હતી. જોકે બાદમાં તેઓ દ્વારા લોનની રકમ ભરપાઈ નહીં કરતા લીગલ પ્રોસેસરથી મકાનનો કબજો લેવા માટે એસઆરજી ફાઇનાન્સ ની ટીમ પહોંચી હતી. પરંતુ પતિ પત્નીએ ફાઇનાન્સ કંપનીના માણસોનો વિરોધ કરી તેમને મકાન સીલ કરવા દીધું હતું. જોકે ત્યારબાદ એસઆરજી ફાઇનાન્સ ના ઓફિસર ભાવેશ મનુભાઈ ગોહિલે સ્થળ પર પહોંચી તેમનો મકાન સીલ કરાવી દીધો હતો જો ક થોડા સમય બાદ અલ્પેશભાઈ અને તેની પત્ની ધર્મિષ્ઠાએ સીલ તોડી નાખી ઘરમાં ગેરકાયદેસર ગૃહ આપપ્રવેશ કરી મકાન પર કબજો જમાવી લીધો હતો. એટલું જ નહીં પરંતુ આ બાબતે ભાવેશભાઈ તેમને ટીમ સાથે કહેવા જતા પતિ પત્નીએ તમ તમારા જે થાય તે કરી લો અમે આ મકાનમાં રહેવાના છીએ તેમ કરીને ધમકી આપી હતી. જેથી આખરે ભોગ બનનાર ભાવેશભાઈએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અલ્પેશ ધોળકિયા અને તેમની પત્ની ધર્મિષ્ઠા ધોળકિયા સામે ગેરકાયદેસર ગૃહ અપપ્રવેશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે