
પોરબંદર , 18 એપ્રિલ (હિ.સ.)પોરબંદર જિલ્લા તિજોરી કચેરી દ્વારા IRLA યોજના હેઠળ પેન્શન મેળવનાર રાજ્ય સરકારના પેન્શનરોને દર નાણાંકીય વર્ષ મુજબ પોતાની હયાતીની ખરાઈ કરવા વિનંતી કરવામાં આવી છે.નાણાંકીય વર્ષ 2026-27 માટે પેન્શનરોએ તેઓ પેન્શન મેળવે છે તે સંબંધિત બેંકમાં મે, જૂન અને જુલાઈ મહિના દરમ્યાન હયાતી ખરાઈ કરાવવાની રહેશે. અને આ ઉપરાંત, રાજ્ય સરકારની સૂચના મુજબ પેન્શનરો પોસ્ટ મારફતે વિનામૂલ્યે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) જનરેટ કરીને પણ પોતાની હયાતી ખરાઈ કરાવી શકશે. પેન્શન મેળવનાર રાજ્ય સરકારના પેન્શનરોને વહેલામાં વહેલી તકે હયાતીની ખરાઈ કરવા જિલ્લા તિજોરી કચેરી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી પેન્શનરો નું કામ જલ્દી થી નિપટી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya