હેપ્પી ચકલી ઘર અને માટીના કુંડાનું, ગાંધીનગરના પેથાપુર ખાતે વિના મૂલ્યે વિતરણ
ગાંધીનગર, 18 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગરની નાગરિક અધિકાર પરિષદના પ્રમુખ પ્રધુમનસિંહ કે. વાઘેલાના સૌજન્યથી હેપ્પી યુથ ક્લબ દ્વારા તા. 19મી એપ્રિલ, રવિવારે સવારે 9 થી 11 સુધી પેથાપુર ચાર રસ્તા પાસે એક્સીસ બેંકની બાજુમાં વાઘેશ્વરી પાર્ક સોસાયટી આગળ હેપ
ચકલી ઘર


ગાંધીનગર, 18 એપ્રિલ (હિ.સ.) : ગાંધીનગરની નાગરિક અધિકાર પરિષદના પ્રમુખ પ્રધુમનસિંહ કે. વાઘેલાના સૌજન્યથી હેપ્પી યુથ ક્લબ દ્વારા તા. 19મી એપ્રિલ, રવિવારે સવારે 9 થી 11 સુધી પેથાપુર ચાર રસ્તા પાસે એક્સીસ બેંકની બાજુમાં વાઘેશ્વરી પાર્ક સોસાયટી આગળ હેપ્પી ચકલી ઘર અને પક્ષી પરબ માટે માટીનું કુંડાનું વિના મૂલ્યે વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિતરણ કાર્યક્રમ મર્યાદિત સ્ટોક પૂરતો વહેલા તે પહેલાના ધોરણે રહેશે જેમાં એક વ્યક્તિને એક નંગ લેખે હેપ્પી ચકલી ઘર અને કુંડુ આપવામાં આવશે.

ચકલી આપણાં આંગણાનું પંખી છે, જે સૌને પ્રિય હોવા સાથે માનવ જીવન અને પ્રકૃતિના સંતુલન માટે ખૂબ મહત્વનું છે. ચકલી ખોરાકની સાંકળનું રક્ષણ કરી પર્યાવરણનું સંતુલન જાળવી રાખે છે. ચકલી શુભ સંકેત, પ્રસન્નતા અને માનસિક શાંતિનું પ્રતિક પણ છે. આધુનિક સમયમાં ચકલી લુપ્ત થઈ રહી છે ત્યારે તેનું રક્ષણ અને સંવર્ધન કરવું એ આપણા સૌની જવાબદારી છે. આધુનિક મકાનો અને ઇમારતોની ડિઝાઇનમાં આવેલા પરિવર્તન, પેસ્ટીસાઈડ્સનો વધુ પડતો ઉપયોગ, મોબાઈલ ટાવરના તરંગો, ઘટાદાર વૃક્ષો ઘટવા સહિત કેટલાંક અકુદરતી કારણોસર ચકલી લુપ્ત થઈ રહી છે.

હેપ્પી યુથ ક્લબ દ્વારા ચલાવાઈ રહેલા ચકલી બચાઓ અભિયાન અંતર્ગત, નાગરિક અધિકાર પરિષદના પ્રમુખ પ્રધુમનસિંહ કે. વાઘેલાના સૌજન્યથી, હેપ્પી યુથ ક્લબ દ્વારા તા.19મી એપ્રિલ, રવિવારે સવારે 9 થી 11 સુધી પેથાપુર ચાર રસ્તા પાસે એક્સીસ બેંકની બાજુમાં વાઘેશ્વરી પાર્ક સોસાયટી આગળ હેપ્પી ચકલી ઘર અને પક્ષી પરબ માટે માટીનું કુંડાનું વિના મૂલ્યે વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા પેથાપુર તથા આસપાસના વિસ્તારની જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande