સુરતના બે કાપડ વેપારીઓને રૂા. 74 લાખનો ચૂનો ચોપડ્યો
સુરત, 18 એપ્રિલ (હિ.સ.) : સુરતના કાપડ માર્કેટમાં છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના કાપડના વેપારીઓ અને દલાલે મળી સુરતના બે વેપારીઓ સાથે કુલ રૂ. 74.31 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં
Fraud


સુરત, 18 એપ્રિલ (હિ.સ.) : સુરતના કાપડ માર્કેટમાં છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના કાપડના વેપારીઓ અને દલાલે મળી સુરતના બે વેપારીઓ સાથે કુલ રૂ. 74.31 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, નવી બોમ્બે માર્કેટ પાસે આવેલ ગ્લોબલ માર્કેટમાં ‘સંભવ ફેશન’ નામે વેપાર કરતા અમૃતલાલ કૈવલચંદ જૈન (ઉ.વ.36)એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અને તેમના ભાઈ મોતીભાઈ જૈન છેલ્લા બે વર્ષથી સાડીનો વેપાર કરતા હતા. વેપાર વધારવા માટે સેલ્સમેન મુકેશસિંગ દ્વારા વિવિધ વેપારીઓ અને કાપડ દલાલો સાથે સંપર્ક કરવામાં આવતો હતો. આ દરમિયાન અમદાવાદના કાપડ દલાલ ધનંજય ઉર્ફે નીતિન પાંડે સંપર્કમાં આવ્યા હતા. તેમણે અમદાવાદના વેપારીઓ સાથે મોટા ઓર્ડર અપાવવાનો અને સમયસર નાણાં ચુકવવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ કમલ ઇમ્પેક્સના ભાગીદાર સુશીલ શર્મા સહિત અન્ય વેપારીઓ, ક્રિષ્ણા કોર્પોરેશનના મનીશ પ્રજાપતિ, પૂજા ટેક્સટાઈલના છગન, માતા રાણી ટ્રેડર્સના જગદીશ અને જયશ્રી ટ્રેડર્સના હસમુખને સંભવ ફેશનમાં લાવી ઓર્ડર અપાવ્યા હતા. પ્રારંભિક તબક્કે આ તમામ વેપારીઓએ થોડા ઓર્ડરના નાણાં સમયસર ચૂકવી વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો. પરંતુ બાદમાં મોટા પ્રમાણમાં માલ સપ્લાય થયા પછી કુલ રૂ. 74,31,359ની રકમ બાકી રાખી ચુકવણી બંધ કરી દીધી હતી. આ જ ટોળકીએ સંભવ ફેશનના માલિક ઉપરાંત તેમના મિત્ર અને કાપડ વેપારી વંશ આનંદ શર્મા સાથે પણ આશરે રૂ. 45 લાખની છેતરપિંડી આચરી છે. આર્થિક ગુના નિવારણ શાખામાં સીધી ફરિયાદ નોંધાતી ન હોવાથી પ્રાથમિક તપાસ પૂર્ણ કર્યા બાદ ગુનો વરાછા પોલીસ મથકમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર ગેંગની ભૂમિકા અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande