ચંદ્રુમાણા ગામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરે 11મો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, બહેનો અને બાળકો ઉપસ્થિત રહી હનુમાનજી દાદાની ભક્તિમાં લીન બન્ય
ચંદ્રુમાણા ગામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી


પાટણ, 03 એપ્રિલ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરે 11મો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, બહેનો અને બાળકો ઉપસ્થિત રહી હનુમાનજી દાદાની ભક્તિમાં લીન બન્યા હતા.

મંદિરમાં બિરાજમાન હનુમાનજી દાદા અને ભૈરવ દાદાને સિંદૂર અને ફૂલહારથી શૃંગાર કરવામાં આવ્યો હતો. આનંદના ગરબા મંડળ દ્વારા માતાજીના ગરબા, સ્તવનો, હનુમાન ચાલીસા અને ભજનો રજૂ કરાયા, જ્યારે દત્ત મંડળ દ્વારા દત્ત ધૂન જેવા કાર્યક્રમો યોજાઈ ભક્તિમય માહોલ સર્જાયો હતો.

આ પ્રસંગે કાંતિભાઈ પટેલ, કમલેશભાઈ વ્યાસ અને દત્ત મંડળ દ્વારા વડા, ચણા, બુંદી અને દ્રાક્ષનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભરતભાઈ રાવલ, પ્રમોદભાઈ વ્યાસ, નીતિનભાઈ વ્યાસ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ ઈચુપુરી જયંતીભાઈ ઠાકોર અને મથુરભાઈ ઠાકોરે મંદિરની સ્વચ્છતા રાખી સેવા આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande