પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાશે
પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમા સ્થાનિક સ્વરાજયની ચુંટણીની જાહેરાત કરી દેવામા આવી છે. આગામી તા. 26 એપ્રિલના રોજ જીલ્લા મહાનગરપાલિકા, નગરપાલિકા, અને તાલુકા પંચાયતની ચુંટણી યોજાશે જેને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોરબંદરમા ભાજપ દ્
પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાશે


પોરબંદર, 03 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમા સ્થાનિક સ્વરાજયની ચુંટણીની જાહેરાત કરી દેવામા આવી છે. આગામી તા. 26 એપ્રિલના રોજ જીલ્લા મહાનગરપાલિકા, નગરપાલિકા, અને તાલુકા પંચાયતની ચુંટણી યોજાશે જેને લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોરબંદરમા ભાજપ દ્રારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. અને આગામી બે-ત્રણ દિવસમા ઉમેદવારીની યાદી જાહેર કરે તેવી રાજકીય ચર્ચાઓ જોવા મળી રહી છે.

પોરબંદર મહાનગરપાલિકાની ચુંટણી હાલ ચર્ચામા પોરબંદર મનપાના કુલ 13 વોર્ડ માટે 52 ઉમેદવારો માટે ભાજપમા 450 જેટલા લોકોએ દાવેવદારી કરી છે. એવી પણ રાજકીય ચર્ચા જોવા મળી રહી છે. નગરપાલિકાના ભાજપના ઉમેદવારોમાંથી 35 જેટલા જુના જોગીની પત્તા કપાશે અને નવા ચહેરાને સ્થાન આપવામા આવશે. જેને લઈ નારાજગી પણ સામે આવી તેવી ચર્ચા જોવા મળી રહી છે. જોકે બે ત્રણ દિવસમા ભાજપના ઉમેદવારોના નામ જાહેર થશે તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે. તો કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉમેદવારોની શોધમા હોવાનુ પણ કહેવાય છે.

ભાજપ સામે ચુંટણી લડવા માટે ચહેરા શોધવા કપરા બન્યા હોવાનુ કહેવાય છે. મનપાના 13 વોર્ડમા ભાજપ પાસે પુરતી સંખ્યા છે પરંતુ કોગ્રેસ અને આપ કેટલા વોર્ડમા ઉમેદવારોને મેદાને ઉતારશે તેને લઈ પણ ચર્ચા જોવા મળી રહી છે. આ વખત મનપાની ચુંટણી ભારે રસપ્રદ બની રહેશે તેવુ પણ મનાઈ રહ્યુ છે. હાલ તો મૂરતિયાનો પસંદગી મેળો ચર્ચાનો વિષય બન્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande