કડીમાં પ્રોહિબીશન ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
મહેસાણા, 03 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા ઝડપવામાં આવ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS
કડીમાં પ્રોહિબીશન ગુનાનો ફરાર આરોપી ઝડપાયો


મહેસાણા, 03 એપ્રિલ (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ/ફર્લો સ્કોડ દ્વારા ઝડપવામાં આવ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી (IPS)ના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના પી.આઈ. એસ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેરોલ/ફર્લો સ્કોડના PSI કે.જી. ચૌધરી અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને હ્યુમન સોર્સ મારફતે માહિતી મળી હતી કે પ્રોહિબીશન ગુનામાં વોન્ટેડ આરોપી અફજલહુસૈન ઉર્ફે એસ.કે. સૈયદ (ઉંમર 28, રહેવાસી કડી કસ્બા) હાઇવે પર આવેલી રાધે દુકાન પાસે હાજર છે.

માહિતીના આધારે પોલીસ ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. તેની ઓળખ પુષ્ટિ કર્યા બાદ પોલીસે તેને તા. 03/04/2026ના રોજ બપોરે 13:30 વાગ્યે કસ્ટડીમાં લીધો હતો. આરોપીની ધરપકડ અંગે તેની પત્નીને જાણ કરવામાં આવી છે.

પકડાયેલા આરોપીને આગળની કાનૂની કાર્યવાહી માટે કડી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ કામગીરીમાં PSI કે.જી. ચૌધરી, ASI દિનેશજી મલાજી તથા PC સંજયકુમાર અને PC રવિકુમારનો સમાવેશ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande