
તેહરાન/તેલ અવીવ/વોશિંગ્ટન, નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.) ફેબ્રુઆરીના
28 ના શરૂ થયેલી ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયલની સંયુક્ત લશ્કરી ઝુંબેશ, દરેક પસાર થતા
દિવસ સાથે વધુને વધુ ખતરનાક બની રહી છે. ઈરાને દુશ્મન દેશો અને તેમના સાથીઓ પર
હુમલા શરૂ કર્યા છે. આજે સવારે યુદ્ધ તેના 39મા દિવસમાં પ્રવેશ્યું. મંગળવારે સવાર પડતા પહેલા ઈરાનના
અનેક શહેરો પર, ઇઝરાયલે ભારે હુમલા શરૂ કર્યા. દરમિયાન, જેમ જેમ અમેરિકી
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની સમયમર્યાદા નજીક આવી
રહી છે, તેમ તેમ મધ્ય
પૂર્વમાં ભયનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે. ઈરાને કહ્યું છે કે,” તે ટ્રમ્પની
ચેતવણીઓનું પાલન કરતું નથી. જો ટ્રમ્પ તેના પુલો અને પાવર પ્લાન્ટને નિશાન બનાવશે, તો તે પણ તેનો જ
જવાબ આપશે.”
ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયલ, સીબીએસ ન્યૂઝ અને અલ જઝીરાના અહેવાલો અનુસાર, “ઈઝરાયલ ડિફેન્સ
ફોર્સિસ (આઈડીએફ) એ, મંગળવારે
વહેલી સવારે જાહેરાત કરી કે, તેણે રાજધાની તેહરાન અને ઈરાનના અન્ય ભાગોમાં મોટા
પાયે હુમલા કર્યા છે. કલાકો પહેલા, ઇઝરાયલી સૈન્યએ ઘણા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ
બેઝ, મિસાઇલ સાઇટ્સ
અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ સહિત લક્ષ્યોની યાદી જાહેર કરી હતી.” આઈડીએફ એ દાવો
કર્યો હતો કે,” આ લક્ષ્યો પર મિસાઇલો, રોકેટ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.”
સાક્ષીઓએ તેહરાનમાં તેમજ રાજધાનીના પશ્ચિમી ઉપનગર, કરજમાં શક્તિશાળી
વિસ્ફોટોની જાણ કરી હતી. એક શક્તિશાળી વિસ્ફોટ મેહરાબાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
નજીક થયો હતો, જ્યાં હુમલા
ભાગ્યે જ થાય છે. દરમિયાન,
સોમવારે દિવસભર
ઇરાનમાં અમેરિકા-ઇઝરાયલી હુમલાઓમાં ઓછામાં ઓછા 34 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઇરાની
મિસાઇલો અને ડ્રોન ગલ્ફ દેશોમાં મુખ્ય સ્થળોને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું હતું.”
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ચેતવણી આપી છે કે,”
જો મંગળવારની સમયમર્યાદા સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો ઇરાનના પાવર
પ્લાન્ટ અને પુલ કલાકોમાં સંપૂર્ણપણે નાશ પામશે.” ટ્રમ્પની ચેતવણી વચ્ચે, વ્હાઇટ હાઉસે
સોમવારે એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે,” જો ઇરાન ગંભીરતાથી વાટાઘાટોમાં
ભાગ લેવામાં નિષ્ફળ જાય, તો તેને કાલે
રાત્રે પથ્થર યુગમાં પાછું મોકલી દેવામાં આવશે.
વ્હાઇટ હાઉસના ચીફ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ
જણાવ્યું હતું કે,” ટ્રમ્પની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ, જેમાં ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વૈન્સ, સેક્રેટરી ઓફ
સ્ટેટ માર્કો રુબિયો, ખાસ દૂત સ્ટીવ
વિટકોફ અને રાષ્ટ્રપતિના જમાઈ જેરેડ કુશનરનો સમાવેશ થાય છે, તેમણે વાટાઘાટો
શરૂ કરવા માટે પહેલ કરી છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ