નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલ, મોરેશિયસના પ્રવાસ પર, ભારતીય વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરશે.
કાઠમંડુ,નવી દિલ્હી,07 એપ્રિલ (હિ.સ.) નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલ મોરેશિયસની મુલાકાતે આવનાર છે. તેઓ ગુરુવારે ઈન્ડિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ 10 એપ્રિલે મોરેશિયસમાં યોજાનારી હિંદ મહાસાગર પરિષદમાં ભાગ લેવા રવાના થશે. વિદેશ
લાજોત


કાઠમંડુ,નવી દિલ્હી,07 એપ્રિલ (હિ.સ.)

નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલ મોરેશિયસની મુલાકાતે આવનાર છે. તેઓ ગુરુવારે

ઈન્ડિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ 10 એપ્રિલે મોરેશિયસમાં યોજાનારી હિંદ મહાસાગર પરિષદમાં ભાગ

લેવા રવાના થશે. વિદેશ મંત્રી બન્યા પછી આ તેમની પહેલી વિદેશ યાત્રા હશે.

આ પરિષદનું આયોજન નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક ઈન્ડિયા

ફાઉન્ડેશન દ્વારા મોરેશિયસ સરકાર અને ભારતીય વિદેશ મંત્રાલયના સહયોગથી કરવામાં આવી

રહ્યું છે. આ પરિષદનો વિષય હિંદ મહાસાગરમાં સુશાસન માટે સામૂહિક

જવાબદારી છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા લોક બહાદુર છેત્રીએ માહિતી આપી

હતી કે,” મંત્રી ખાનલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે મોરેશિયસની યાત્રા કરી રહ્યા છે.

આ કાર્યક્રમમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર, વિવિધ દેશોના વિદેશ મંત્રીઓ અને ઉચ્ચ સ્તરીય

પ્રતિનિધિઓ હાજરી આપશે.”

તેમણે કહ્યું કે,” નેપાળના વિદેશ મંત્રી ખાનલ કોન્ફરન્સ

દરમિયાન તેમના ભારતીય સમકક્ષ ડૉ. એસ. જયશંકર સાથે સાઇડલાઇન બેઠક પણ કરશે. તેમની

અન્ય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ યોજાનાર છે. ખલીલુર રહેમાન

(બાંગ્લાદેશ), વિજિતા હેરાથ

(શ્રીલંકા), ડી.એન. ધુંગેલ

(ભૂતાન), બદ્ર હમાદ અલ

બુસૈદી (ઓમાન) અને બેરી ફાઉંર (સેશેલ્સ) સહિત અનેક દેશોના વિદેશ પ્રધાનો આ પરિષદને

સંબોધિત કરશે. કંબોડિયા, ઇજિપ્ત, મેડાગાસ્કર, સાઉદી અરેબિયા, સિંગાપોર, થાઇલેન્ડ અને

યુનાઇટેડ કિંગડમના અધિકારીઓ પણ ભાગ લેશે.

ઇન્ડિયા ફાઉન્ડેશન 2016 થી આ પરિષદનું આયોજન કરી રહ્યું છે, અને નેપાળ

નિયમિતપણે ભાગ લે છે. તત્કાલીન વિદેશ પ્રધાન, આરર્જુ રાણા દેઉબાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મસ્કતમાં

યોજાયેલી આઠમી પરિષદમાં ભાગ લીધો હતો. આ પરિષદનો ઉદ્દેશ હિંદ મહાસાગર ક્ષેત્રમાં

સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા, દરિયાઇ વેપારને મજબૂત બનાવવા, આર્થિક સહયોગને આગળ વધારવા, જલવાયુ

પરિવર્તનની અસરોને સંબોધવા અને દરિયાઇ સંસાધનોના સંરક્ષણ માટે સંયુક્ત વ્યૂહરચના

વિકસાવવાનો છે.

ઇન્ડિયા ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર,”છેલ્લા આઠ

વર્ષોમાં, આ પરિષદ હિંદ

મહાસાગર ક્ષેત્રના દેશો માટે સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મુખ્ય મંચ બની

ગઈ છે. તેણે પ્રાદેશિક સુરક્ષા અને વિકાસ માટે સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરવા માટે

ભાગીદાર દેશોને એકસાથે લાવ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર/પંકજ દાસ/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande