પીએસપીબી બાબા દીપ સિંહ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ: ખાલસા, કિરોડી મલ, સ્ટનર એકેડેમી અને રામજસની જીત સાથે શરૂઆત
નવી દિલ્હી, ૦7 એપ્રિલ (હિ.સ.) પાંચમી પીએસપીબી બાબા દીપ સિંહ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ (પુરુષો અને મહિલા) મંગળવારે રોમાંચક મેચો સાથે શરૂ થઈ, જેમાં યજમાન શ્રી ગુરુ તેગ બહાદુર ખાલસા કોલેજ, કિરોડી મલ કોલેજ, સ્ટનર એકેડેમી અને રામ
સામપ


નવી દિલ્હી, ૦7 એપ્રિલ (હિ.સ.)

પાંચમી પીએસપીબી બાબા દીપ સિંહ બાસ્કેટબોલ ટુર્નામેન્ટ (પુરુષો અને મહિલા)

મંગળવારે રોમાંચક મેચો સાથે શરૂ થઈ, જેમાં યજમાન શ્રી ગુરુ તેગ બહાદુર ખાલસા કોલેજ, કિરોડી મલ કોલેજ, સ્ટનર એકેડેમી

અને રામજસ કોલેજે પોતપોતાની શરૂઆતની મેચો જીતીને વિજયી શરૂઆત કરી.

પુરુષોની સ્પર્ધામાં, યજમાન એસજીટીબી ખાલસા કોલેજે શાનદાર પ્રદર્શન કરતા, એમિટી

યુનિવર્સિટીને 77-42 થી હરાવ્યું.

રૂપેશ ભાટીએ ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી, તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

અન્ય એક મેચમાં, કિરોડી મલ કોલેજે, શ્રી રામ કોલેજ ઓફ કોમર્સને 80-60 થી હરાવ્યું.

કિરોડી મલ કોલેજના ભાવ્યાને, તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કર્યો.

દરમિયાન, મહિલા વર્ગમાં, સ્ટનર એકેડેમીએ આઈપી કોલેજ પર 76-40 થી એકતરફી વિજય

નોંધાવ્યો. આ મેચમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શેરિલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર

કરવામાં આવ્યો હતો.

અન્ય એક મેચમાં, રામજસ કોલેજે કિરોડી મલ કોલેજને 40-28 થી હરાવીને

ટુર્નામેન્ટની વિજયી શરૂઆત કરી હતી. આ મેચમાં તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વેદ

શ્રીવાસ્તવને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

આ પહેલા, ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ

(પીએસબીસી) ના સંયુક્ત સચિવ

સંદીપ સરકારિયા, શ્રી ગુરુ તેગ

બહાદુર ખાલસા કોલેજના આચાર્ય પ્રો. ગુરમોહિંદર સિંહ અને શારીરિક શિક્ષણ અને રમત

વિજ્ઞાન નિયામક ડો. ઈન્દરપ્રીત કૌર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande