વાડાના ભૂતપૂર્વ પ્રમુખ ક્રેગ રીડીનું, 84 વર્ષની વયે અવસાન
નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.) વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (વાડા) ના ભૂતપૂર્વ પ્રમુખ ક્રેગ રીડીનું 84 વર્ષની વયે અવસાન થયું છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) એ સોમવારે, તેમના અવસાનની પુષ્ટિ કરી, જોકે મૃત્યુનું
વાડા


નવી દિલ્હી, 07 એપ્રિલ (હિ.સ.) વર્લ્ડ એન્ટી-ડોપિંગ એજન્સી (વાડા) ના ભૂતપૂર્વ

પ્રમુખ ક્રેગ રીડીનું 84 વર્ષની વયે

અવસાન થયું છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) એ સોમવારે, તેમના

અવસાનની પુષ્ટિ કરી, જોકે મૃત્યુનું

કારણ જાહેર કરવામાં આવ્યું નથી.

ક્રેગ રીડી રમતગમત વહીવટમાં, એક પ્રભાવશાળી વ્યક્તિ હતા અને

ઓલિમ્પિક ચળવળ અને ડોપિંગ સામેની વૈશ્વિક લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ 2013 માં વાડાના પ્રમુખ બન્યા

હતા, અને તેમના

કાર્યકાળ દરમિયાન, રશિયન ડોપિંગ

વિવાદ પર તેમના વલણે હેડલાઇન્સ બનાવી હતી.

રીડીએ 2012 લંડન ઓલિમ્પિકનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

તેમણે 1992 ના બાર્સેલોના

ઓલિમ્પિક રમતોમાં બેડમિન્ટનનો સમાવેશ સુરક્ષિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી

હતી.

વર્લ્ડ એથ્લેટિક્સના પ્રમુખ સેબેસ્ટિયન કોએ રીડીના અવસાન પર

શોક વ્યક્ત કર્યો હતો, તેમને તેમના

માર્ગદર્શક, સલાહકાર અને

નજીકના મિત્ર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે,” રીડી પાસે ઓલિમ્પિક રમતોનું ઊંડું

જ્ઞાન અને અનુભવ હતો, જે તેમણે હંમેશા

શેર કર્યો હતો.”

2016 ના રિયો

ઓલિમ્પિક પહેલા રશિયન રાજ્ય-પ્રાયોજિત ડોપિંગ કૌભાંડને કારણે રીડીનો કાર્યકાળ

પડકારજનક હતો. વાડાએ, સમગ્ર રશિયન ટીમ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી, પરંતુ આઇઓસી અને

તેના પ્રમુખ થોમસ બાકે તેનો વિરોધ કર્યો હતો. આખરે, રશિયન રમતવીરોની ભાગીદારી અંગે નિર્ણય લેવાનો

નિર્ણય રમતગમત ફેડરેશનો પર છોડી દેવામાં આવ્યો હતો.

વર્તમાન આઇઓસી પ્રમુખ કર્સ્ટી કોવેન્ટ્રીએ રીડીને

શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે,” રમતગમતની અખંડિતતા અને રમતવીર વિકાસમાં તેમના

યોગદાનને આવનારી પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે.” તેમણે તેમને રમતગમતની અખંડિતતાના

સાચા રક્ષક તરીકે વર્ણવ્યા.

સ્કોટલેન્ડના રીડીને 2006 માં નાઈટની ઉપાધિ આપવામાં આવી હતી. તેઓ 1994 માં આઇઓસીસભ્ય અને 2021 માં માનદ સભ્ય

બન્યા.

આઇઓસીએ જાહેરાત કરી છે કે,” સ્વિટ્ઝર્લૅન્ડના લૌઝેન ખાતેના તેના

મુખ્યાલયમાં તેમના સન્માનમાં ત્રણ દિવસ માટે, ધ્વજ અડધી કાઠીએ લહેરાશે.”

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande