
હૈદરાબાદ, નવી દિલ્હી, 11 મે (હિ.સ.): તેલુગુ અભિનેતા ભરત કાંતનું હૈદરાબાદમાં થયેલા એક માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. અકસ્માત સમયે તેમની સાથે સિનેમેટોગ્રાફર જી સાઈ ત્રિલોક પણ હતા. આ દુર્ઘટનામાં તેમનું પણ મૃત્યુ થયું છે. પોલીસે આ બાબતની પુષ્ટિ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત હૈદરાબાદના આઉટર રિંગ રોડ પર આદિબતલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. એક્ઝિટ 12 પાસે અભિનેતાની કાર અને એક ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં 31 વર્ષીય ભરત કાંત અને જી સાઈ ત્રિલોકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ભરત કાંત મૂળ નેલ્લોરના વતની હતા. તેઓ અભિનેતા હોવા ઉપરાંત નૃત્યકાર અને કન્ટેન્ટ ક્રિએટર પણ હતા. તેમણે વર્ષ 2021 માં દિગ્દર્શક ચેન્ના નારાયણની ફિલ્મ 'ગ્રામમ' થી અભિનયની શરૂઆત કરી હતી. તેઓ વર્ષ 2024 માં ફિલ્મ 'ટેનન્ટ' માં જોવા મળ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ