પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચોથો વધારો જનતાના ખિસ્સા પર હુમલો : રાહુલ ગાંધી
નવી દિલ્હી, 25 મે (હિ.સ.). લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચોથી વખત થયેલા વધારા બદલ કેન્દ્ર સરકાર પર લોકોના ખિસ્સા કાપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, મોદી સરકાર ચૂંટણી પછી સતત ઇંધણના ભાવ વધારીને જનતા
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી


નવી દિલ્હી, 25 મે (હિ.સ.). લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ચોથી વખત થયેલા વધારા બદલ કેન્દ્ર સરકાર પર લોકોના ખિસ્સા કાપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, મોદી સરકાર ચૂંટણી પછી સતત ઇંધણના ભાવ વધારીને જનતા પર બોજ નાખી રહી છે.

રાહુલ ગાંધીએ એક્સ પર લખ્યું કે, મોંઘવારીનો ફરીથી હુમલો થયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ હપ્તે-હપ્તે વધારવામાં આવે છે, જેથી ચુપકે-ચુપકે જનતાના ખિસ્સા કપાતા રહે. તેમણે આરોપ લગાવ્યો કે, તેઓ મહિનાઓથી આર્થિક તોફાન આવવાની ચેતવણી આપી રહ્યા હતા, પરંતુ વડાપ્રધાન ચૂંટણીમાં વ્યસ્ત રહ્યા અને ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલ 8 રૂપિયા મોંઘું કરી દીધું. તેમણે જણાવ્યું કે, આ વધારો આગળ પણ ચાલુ રહેશે અને મોદી સરકારનું એક જ કામ છે, ચૂંટણીમાં વચનો આપવા અને બાકીના સમયે જનતાના ખિસ્સા પર પ્રહાર કરવો.

છેલ્લા એક મહિનામાં પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને એલપીજીના ભાવમાં સતત ચોથી વખત વધારો થયો છે. 25 મેના રોજ દિલ્હીમાં પેટ્રોલ 102.12 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 95.20 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું. આ પહેલા 23 મેના રોજ પેટ્રોલમાં 87 પૈસા અને ડીઝલમાં 91 પૈસાનો વધારો થયો હતો, જેના પછી પેટ્રોલ 99.51 રૂપિયા અને ડીઝલ 92.49 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું હતું. 18 મેના રોજ પણ પેટ્રોલિયમ પદાર્થોના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે પેટ્રોલ અને ડીઝલમાં આશરે 90 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો અને સીએનજી પણ 1 રૂપિયો પ્રતિ કિલો મોંઘો થયો હતો. તે પહેલા 15 મેના રોજ પેટ્રોલમાં અને ડીઝલમાં 3-3 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો હતો, આ જ દિવસે સીએનજી પણ 2 રૂપિયા પ્રતિ કિલો મોંઘો થયો હતો. અને સૌથી પહેલા 01 મેના રોજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 993 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જેનાથી દિલ્હીમાં તેની કિંમત 3,071.50 રૂપિયા થઈ ગઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande