મણિપુરમાં પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ, હથિયારો અને દારૂગોળો જપ્ત
ઇમ્ફાલ, નવી દિલ્હી, 25 મે, (હિ.સ.) મણિપુરના ચુરાચાંદપુર અને ઇમ્ફાલ વિસ્તારોમાં સુરક્ષા દળો દ્વારા છેલ્લા 24 કલાકમાં ચલાવવામાં આવેલા અલગ-અલગ અભિયાનોમાં પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને અન્ય વાં
મણિપુરમાં હથિયારો સાથે પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ


ઇમ્ફાલ, નવી દિલ્હી, 25 મે, (હિ.સ.) મણિપુરના ચુરાચાંદપુર અને ઇમ્ફાલ વિસ્તારોમાં સુરક્ષા દળો દ્વારા છેલ્લા 24 કલાકમાં ચલાવવામાં આવેલા અલગ-અલગ અભિયાનોમાં પાંચ ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, ચલાવવામાં આવેલા એક અભિયાનમાં સુરક્ષા દળોએ ચુરાચાંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના એડેન્થર રેંગકાઈ ગામના રહેવાસી જેહોવા રાજા દત્તા (24) ની તેના ઘરેથી ધરપકડ કરી હતી. તલાશી દરમિયાન તેના કબજામાંથી એક ઇન્સાસ રાઇફલ, ચાર મેગેઝિન, 5.56 મિમીના 36 જીવતા કારતુસ, એક કેમોફ્લાજ બુલેટપ્રૂફ જેકેટ અને એક મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ, અન્ય એક અભિયાનમાં મણિપુર રિવોલ્યુશનરી આર્મી (એમઆરએ) ના બે સક્રિય કેડરોની વાંગખેઈ આયંગપલ્લી રોડ પરથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓની ઓળખ કોંગબા નાંદેઈબામ લેકાઈ, ઇમ્ફાલ ઇસ્ટના રહેવાસી નિંગથૌઝામ વિક્કી સિંહ ઉર્ફે મુનાલ (30) અને લાફુપત તેરા મયાઈ લેકાઈ, ઇમ્ફાલ વેસ્ટના રહેવાસી નિંગથૌઝામ ઈશ્વરચંદ્ર સિંહ ઉર્ફે લોઈયા ઉર્ફે થાવાઈલકપા (24) તરીકે થઈ છે, જે હાલમાં લાંગજિંગ માખા લેકાઈમાં રહેતો હતો. તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન, એક આધાર કીર્ડ અને એક દ્વિચક્રી વાહન જપ્ત કરવામાં આવ્યું છે.

આ સિવાય, ચુરાચાંદપુર જિલ્લાના નગાથલ વિસ્તારમાંથી યુનાઇટેડ કુકી નેશનલ આર્મી (યુકેએનએ) ના બે સક્રિય સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓની ઓળખ થોંગપી ગુઈટે (33) અને શોખોમાંગ બૈતે (40) તરીકે થઈ છે. તલાશી દરમિયાન તેમના કબજામાંથી એક એકે-47 રાઇફલ, એક 9 એમએમ પિસ્તોલ, વિવિધ બોરના 31 જીવતા કારતુસ, બે હેન્ડ ગ્રેનેડ અને બે મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.

સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓની પૂછપરછ ચાલી રહી છે અને આ મામલે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande