
નવી દિલ્હી, 14 મે (હિં.સ.). કેન્દ્ર સરકારે સ્થાનિક બજારમાં કિંમતોને નિયંત્રિત કરવા માટે કાચી, સફેદ અને રિફાઈન્ડ ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. વિદેશ વેપાર મહાનિર્દેશાલય (ડીજીએફટી) એ 13 મેની મોડી રાત્રે આ અંગેની અધિસૂચના જારી કરી.
અધિસૂચના અનુસાર, ખાંડની નિકાસ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે આઈટીસી (એચએસ) કોડ 1701 14 90 અને 1701 99 90 હેઠળ ખાંડ માટેની નિકાસ નીતિને પ્રતિબંધિતમાંથી બદલીને નિષિદ્ધ કરી દીધી છે. આ આદેશમાં કાચી ખાંડ, સફેદ ખાંડ અને રિફાઈન્ડ ખાંડની નિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ યુરોપિયન યુનિયન અને અમેરિકાને સીએક્સએલ અને ટીઆરકયુ કોટા હેઠળ, એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ (એએએસ) હેઠળ, અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવા માટે બંને સરકારોના શિપમેન્ટ દ્વારા થતી ખાંડની નિકાસ પર લાગુ પડશે નહીં. એટલું જ નહીં, જે માલસામાન પહેલેથી જ નિકાસની પ્રક્રિયામાં છે, તેને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
અધિસૂચના મુજબ, જો આને સપ્ટેમ્બરથી આગળ લંબાવવામાં નહીં આવે, તો નિકાસ નીતિ ફરીથી પ્રતિબંધિત શ્રેણીમાં આવી જશે. નોંધનીય છે કે, કેન્દ્રએ અગાઉ મિલોને 1.59 મિલિયન ટન ખાંડની નિકાસ કરવાની મંજૂરી આપી હતી. ઉત્પાદન સતત બીજા વર્ષે વપરાશ કરતાં ઓછું રહેવાની અપેક્ષા છે. મુખ્ય શેરડી ઉત્પાદક વિસ્તારોમાં શેરડીની ઉપજ નબળી પડી છે. ભારત, બ્રાઝિલ પછી વિશ્વનો સૌથી મોટો ખાંડ નિકાસકાર છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ