
નવી દિલ્હી, 15 મે (હિ.સ.) સ્થાનિક શેરબજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન તેજીનું વલણ જોવા મળી રહ્યું છે. આજના કારોબારની શરૂઆત પણ મામૂલી મજબૂતી સાથે થઈ હતી. જોકે, બજાર ખુલતાની સાથે જ વેચવાલીનું દબાણ વધી જવાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો થોડીવાર માટે ઘટીને લાલ નિશાનમાં પણ આવ્યા હતા, પરંતુ ત્યારબાદ ખરીદદારોએ ખરીદી પર ભાર મૂક્યો હતો. ખરીદીના ટેકાથી આ બંને સૂચકાંકોએ રિકવરી કરીને ફરીથી લીલા નિશાનમાં પોતાની જગ્યા બનાવી લીધી. સવારે 10 વાગ્યા સુધીનો કારોબાર થયા બાદ સેન્સેક્સ 0.46 ટકા અને નિફ્ટી 0.52 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.
આજે સવારે 10 વાગ્યા સુધીનો કારોબાર થયા બાદ શેરબજારના દિગ્ગજ શેરોમાંથી ટીએમપીવી, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, કોલ ઈન્ડિયા અને TCSના શેર 5.28 ટકાથી લઈને 2.01 ટકા સુધીની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યા હતા. બીજી તરફ, હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એટર્નલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અદાણી એન્ટરપ્રાઇઝિસ 1.89 ટકાથી લઈને 1.03 ટકાના ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.
અત્યાર સુધીના કારોબારમાં શેરબજારમાં 2,618 શેરોમાં સક્રિય ટ્રેડિંગ થઈ રહ્યું હતું. આમાંથી 1,479 શેર નફો કમાઈને લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા, જ્યારે 1,139 શેર નુકસાન સાથે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. તેવી જ રીતે સેન્સેક્સમાં સામેલ 30 શેરોમાંથી 21 શેર ખરીદીના ટેકાથી લીલા નિશાનમાં રહ્યા હતા. બીજી તરફ નવ શેર વેચવાલીના દબાણને કારણે લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. જ્યારે નિફ્ટીમાં સામેલ 50 શેરોમાંથી 36 શેર લીલા નિશાનમાં અને 14 શેર લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતા.
બીએસઈનો સેન્સેક્સ આજે 98.38 પોઈન્ટની મામૂલી મજબૂતી સાથે 75,497.10 પોઈન્ટના સ્તરે ખુલ્યો હતો. કારોબાર શરૂ થતાની સાથે જ વેચવાલીનું દબાણ આવતા આ સૂચકાંક ઘટીને લાલ નિશાનમાં 75,251.15 પોઈન્ટના સ્તર સુધી આવી ગયો હતો. તેના તરત જ બાદ ખરીદદારોએ ખરીદી શરૂ કરી દીધી, જેનાથી સેન્સેક્સની ચાલમાં તેજી આવી ગઈ. જોકે વચ્ચે-વચ્ચે વેચવાલીના મામૂલી આંચકા પણ આવતા રહ્યા. તેમ છતાં આ સૂચકાંકની ગતિ સતત જળવાઈ રહી. બજારમાં સતત ચાલી રહેલી ખરીદ-વેચાણ વચ્ચે સવારે 10 વાગ્યાનો કારોબાર થયા બાદ સેન્સેક્સ 345.45 પોઈન્ટના વધારા સાથે 75,744.17 પોઈન્ટના સ્તરે કારોબાર કરી રહ્યો હતો.
સેન્સેક્સની જેમ જ એનએસઈના નિફ્ટીએ આજે 41.80 પોઈન્ટ ઉછળીને 23,731.40 પોઈન્ટના સ્તરથી કારોબારની શરૂઆત કરી હતી. બજાર ખુલતાની સાથે જ વેચવાલીનું દબાણ વધવાને કારણે આ સૂચકાંક લપસીને લાલ નિશાનમાં 23,663.35 પોઈન્ટના સ્તર સુધી નીચે આવી ગયો હતો. તેના તરત જ બાદ ખરીદદારોએ મોરચો સંભાળી લીધો અને ખરીદી શરૂ કરી દીધી.
ખરીદીના ટેકાથી નિફ્ટી થોડીવારમાં જ રિકવર થઈને લીલા નિશાનમાં પહોંચી ગયો. જોકે આ સૂચકાંકને વચ્ચે-વચ્ચે નફા વસૂલી (પ્રોફિટ બુકિંગ) ના કારણે વેચવાલીના મામૂલી આંચકાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમ છતાં તેની ગતિ સતત જળવાઈ રહી. બજારમાં સતત જારી ખરીદી અને વેચવાલી વચ્ચે સવારે 10 વાગ્યા સુધીનો કારોબાર થયા બાદ નિફ્ટી 123.50 પોઈન્ટની મજબૂતી સાથે 23,813.10 પોઈન્ટના સ્તરે કારોબાર કરી રહ્યો હતો.
આ પહેલા છેલ્લા કારોબારી દિવસે ગુરુવારે સેન્સેક્સ 789.74 પોઈન્ટ એટલે કે 1.06 ટકાની મજબૂતી સાથે 75,398.72 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. ત્યાં જ નિફ્ટીએ 277 પોઈન્ટ એટલે કે 1.18 ટકાના ઉછાળા સાથે 23,689.60 પોઈન્ટના સ્તરે ગુરુવારના કારોબારનો અંત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ