જિનપિંગ આજે બીજિંગમાં ટ્રમ્પને મળશે, ગ્રેટ હોલ ઓફ ધ પીપલની બહાર સ્વાગત થશે
બીજિંગ, નવી દિલ્હી, 14 મે (હિ.સ.) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનની યાત્રા પર બીજિંગ પહોંચી ચૂક્યા છે. આજે ગ્રેટ હોલ ઓફ ધ પીપલની બહાર ટ્રમ્પનું સ્વાગત થશે. આ પછી તેમની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થશે. નવેમ્બર 2017 પછી ટ્રમ્પ બીજી વા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચ્યા


બીજિંગ, નવી દિલ્હી, 14 મે (હિ.સ.) અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનની યાત્રા પર બીજિંગ પહોંચી ચૂક્યા છે. આજે ગ્રેટ હોલ ઓફ ધ પીપલની બહાર ટ્રમ્પનું સ્વાગત થશે. આ પછી તેમની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત થશે. નવેમ્બર 2017 પછી ટ્રમ્પ બીજી વાર ચીન પહોંચ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઇચ્છે છે કે, ચીન પરમાણુ શસ્ત્રોના કરારમાં સામેલ થાય, પરંતુ બીજિંગ આ માટે ખાસ ઉત્સુક નથી.

ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆ અને અમેરિકાના ન્યૂઝ ચેનલ સીએનએનની રિપોર્ટ અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગુરુવાર સવારે બીજિંગમાં મુલાકાત પર આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરશે. વાતચીત પહેલા શી ગ્રેટ હોલ ઓફ ધ પીપલની બહાર ટ્રમ્પ માટે એક સ્વાગત સમારોહનું આયોજન કરશે.

ટ્રમ્પ 13 થી 15 મે સુધી ચીનની રાજકીય યાત્રા પર છે. છેલ્લા નવ વર્ષમાં કોઈ અમેરિકી રાષ્ટ્રપતિની આ પહેલી ચીન યાત્રા છે. આ પહેલા ટ્રમ્પે નવેમ્બર 2017માં ચીનની યાત્રા કરી હતી. ચીનના વિદેશ મંત્રાલય અનુસાર, બંને નેતાઓ દ્વિપક્ષીય સંબંધો તથા વિશ્વ શાંતિ અને વિકાસ સાથે જોડાયેલા મુખ્ય મુદ્દાઓ પર વિચારોનું ગહન આદાન-પ્રદાન કરશે.

ટ્રમ્પના ઘોષિત મુખ્ય લક્ષ્યોમાંનું એક છે, ચીનની વધતી પરમાણુ મહત્વાકાંક્ષાઓ પર લગામ લગાવવી. ટ્રમ્પને આ યાત્રા શસ્ત્રો ઘટાડવા પર વાતચીત કરવાની એક તક પૂરી પાડી શકે છે. હાલના વર્ષોમાં ચીને પોતાના પરમાણુ કાર્યક્રમનો વિસ્તાર કરવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. જેમાં પરમાણુ શસ્ત્ર ઉત્પાદન સુવિધાઓને સમર્થન આપતી ઇમારતો બનાવવા માટે ગામડાઓને સપાટ કરવા પણ સામેલ છે.

ફેબ્રુઆરીમાં, અમેરિકાએ ચીન પર 2020માં એક ગુપ્ત પરમાણુ પરીક્ષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે બીજિંગ આ આરોપને નકારી ચૂક્યું છે. ચીનના આ પગલાંઓએ આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો વચ્ચે એક નવી શસ્ત્રોની સ્પર્ધાનો ભય ઊભો કર્યો છે. દાયકાઓમાં પ્રથમ વખત દુનિયાની સૌથી મોટી પરમાણુ મહાસત્તાઓ પાસે પોતાના શસ્ત્રોના ભંડાર પર કોઈ સીમા નથી. હવે ટ્રમ્પ એક નવો અને સારો કરાર કરવા માંગે છે જેમાં ચીન પણ સામેલ હોય.

ટ્રમ્પે પોતે રશિયા અને ચીનથી થનારા કથિત ખતરાનો હવાલો આપતા પરમાણુ પરીક્ષણ ફરીથી શરૂ કરવાની ધમકી આપી છે. અમેરિકા અને રશિયા વચ્ચે બાકી રહેલી છેલ્લી પરમાણુ શસ્ત્ર નિયંત્રણ સંધિ ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ ચૂકી છે. અમેરિકી વિદેશ સચિવ માર્કો રુબિયોએ સંધિ સમાપ્ત થવાના એક દિવસ પહેલા કહ્યું હતું,રાષ્ટ્રપતિએ ભૂતકાળમાં આ સ્પષ્ટ કર્યું છે કે, 21મી સદીમાં વાસ્તવિક શસ્ત્ર નિયંત્રણ માટે એવું કંઈપણ કરવું અશક્ય છે જેમાં ચીન સામેલ ન હોય, કારણ કે તેની પાસે શસ્ત્રોનો વિશાળ ભંડાર છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande