જિનપિંગે, ટ્રમ્પને ચીનના પ્રાચીન દર્શન 'તમામ જીવો વચ્ચે સદ્ભાવ'ની વિભાવના સમજાવી
બીજિંગ, નવી દિલ્હી, 15 મે (હિ.સ.). ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે રાજધાની બીજિંગના ''ટેમ્પલ ઓફ હેવન''માં ''હોલ ઓફ પ્રેયર ફોર ગુડ હાર્વેસ્ટ્સ''ની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકી રાષ્ટ્રપતિ અને અન્ય લોકોની તસવીર આજે સવ
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે ટ્રમ્પ ને માહિતી આપી


બીજિંગ, નવી દિલ્હી, 15 મે (હિ.સ.). ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે રાજધાની બીજિંગના 'ટેમ્પલ ઓફ હેવન'માં 'હોલ ઓફ પ્રેયર ફોર ગુડ હાર્વેસ્ટ્સ'ની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અમેરિકી રાષ્ટ્રપતિ અને અન્ય લોકોની તસવીર આજે સવારે પોસ્ટ કરી છે. તેમણે લખ્યું, રાષ્ટ્રપતિ શી જિનપિંગે, ટ્રમ્પ અને તેમના પરિવારને તમામ જીવો વચ્ચે સદ્ભાવની વિભાવના અને પ્રકૃતિના નિયમો પ્રત્યેના સન્માન વિશે સમજાવ્યું. ટ્રમ્પ હાલમાં ચીનની રાજકીય મુલાકાતના ત્રીજા દિવસે બીજિંગમાં છે. ટ્રમ્પ અને તેમના પરિવારે ગુરુવારે 'ટેમ્પલ ઓફ હેવન'ની મુલાકાત લીધી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે બીજી પોસ્ટમાં લખ્યું કે, શી માને છે કે ચીન અને અમેરિકા બંને દેશોના લોકો મહાન છે. ચીનનો મહાન પુનરુદ્ધાર કરવો અને અમેરિકાને ફરીથી મહાન બનાવવું આ બંને કામો સાથે-સાથે ચાલી શકે છે. ચીન અને અમેરિકા એકબીજાને સફળ થવામાં મદદ અને વિશ્વની ભલાઈ કરી શકે છે. નિંગ કહે છે કે ચીન-અમેરિકા સંબંધો બંને દેશોના 1.7 અબજથી વધુ લોકોના કલ્યાણ સાથે જોડાયેલા છે અને વિશ્વના 8 અબજથી વધુ લોકોના હિતોને પ્રભાવિત કરે છે.

બીજિંગના ઐતિહાસિક ટેમ્પલ ઓફ હેવનમાં ટ્રમ્પ સાથે પહોંચેલા જિનપિંગે પ્રાકૃતિક નિયમો પ્રત્યે સન્માન અને પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડીને રહેવાના મહત્વ પર ભાર મૂક્યો. આ વિભાવના ચીની વિશ્વ દૃષ્ટિકોણનો ભાગ છે. તે 'સ્વર્ગ અને માનવતા વચ્ચેના સામંજસ્ય' ને દર્શાવે છે. માઓ નિંગનું કહેવું છે કે આ દર્શન સમજાવવાનો ઉદ્દેશ્ય સહકારની ભાવના રહ્યો.

'તમામ જીવો વચ્ચે સદ્ભાવ'ની વિભાવનાને 'માનવ અને પ્રકૃતિ વચ્ચે સુમેળભર્યું સહ-અસ્તિત્વ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રાચીન દાર્શનિક વિચારને આધુનિક ચીને પોતાની પર્યાવરણીય સભ્યતાના મૂળ તરીકે અપનાવ્યો છે. આ વિભાવના વિશેષ રીતે તાઓવાદ અને કન્ફ્યુશિયસવાદથી પ્રેરિત છે. આ અંતર્ગત માનવામાં આવે છે કે મનુષ્ય પ્રકૃતિથી અલગ નથી, પરંતુ તેનો જ એક ભાગ છે. મનુષ્યે પ્રકૃતિનું સન્માન કરવું જોઈએ, તેના નિયમોનું પાલન કરવું જોઈએ અને તેની રક્ષા કરવી જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande