છત્તીસગઢના કાંકેરમાંથી નક્સલીઓના હથિયાર, દારૂગોળો અને આઈઈડી જપ્ત
કાંકેર, નવી દિલ્હી, 15 મે (હિ.સ.). છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલવાદના ખાતમા માટે કાંકેર પોલીસ, ડીઆરજી, બીએસએફ અને આઈટીબીપીની સંયુક્ત ટીમ દ્વારા સતત ચલાવવામાં આવી રહેલા નક્સલ વિરોધી અભિયાન હેઠળ આજે શુક્રવારે નક્સલીઓના ડમ્પમાંથી મોટી માત્રામાં હથ
હથિયાર, દારૂગોળો અને આઈઈડી જપ્ત કરાયા


કાંકેર, નવી દિલ્હી, 15 મે (હિ.સ.). છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલવાદના ખાતમા માટે કાંકેર પોલીસ, ડીઆરજી, બીએસએફ અને આઈટીબીપીની સંયુક્ત ટીમ દ્વારા સતત ચલાવવામાં આવી રહેલા નક્સલ વિરોધી અભિયાન હેઠળ આજે શુક્રવારે નક્સલીઓના ડમ્પમાંથી મોટી માત્રામાં હથિયાર, દારૂગોળો અને આઈઈડી જપ્ત કરવામાં આવ્યા છે.

બસ્તર આઈજી સુંદરરાજ પી. એ જણાવ્યું કે, આત્મસમર્પણ કરનારા નક્સલીઓની માહિતીના આધારે તેમના ડમ્પના ઠેકાણેથી મોટી સંખ્યામાં હથિયારો અને સાધનોનો જથ્થો મળી આવ્યો છે. જપ્ત કરાયેલા હથિયારોમાં એક 7.62 એસએલઆર રાઈફલ, એક 5.56 ઈન્સાસ રાઈફલ, પાંચ થ્રી-નોટ-થ્રી રાઈફલ, 11 સિંગલ શોટ દેશી બનાવટની ગન, આઠ બીજીએલ લોન્ચર, પાંચ ભરમાર બંદૂક, 15 સિંગલ શોટ 12 બોર બંદૂક, બે દેશી કટ્ટા, એક 315 બોર બંદૂક અને એક 7.65 એમએમ પિસ્તોલ સામેલ છે. આ ઉપરાંત, 10 કુકર બોમ્બ, એક તીર બોમ્બ, 13 મેગેઝિન, 469 કારતૂસ, 34 બીજીએલ સેલ, 46 કિલો દારૂગોળો, ચાર વોકી-ટોકી અને એક નાનું ગેસ વેલ્ડિંગ મશીન પણ ઘટનાસ્થળેથી મળી આવ્યું છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે.

હિન્દુસ્થાન સમાચાર / રાકેશ પાંડે / ચંદ્ર નારાયણ શુક્લ / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande