અંગત જીવનની હલચલ વચ્ચે કાન્સ પહોંચી મૌની રોય
નવી દિલ્હી, 19 મે (હિ.સ.) અભિનેત્રી મૌની રોય, આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે વ્યવસાયી પતિ સૂરજ નાંબિયારથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન હવે મૌનીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પોતાની શાનદાર હાજરીથી લોકોનું ધ્યાન ખ
અભિનેત્રી મૌની રોય-ફોટો સોર્સ એક્સ


નવી દિલ્હી, 19 મે (હિ.સ.) અભિનેત્રી મૌની રોય, આજકાલ પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે વ્યવસાયી પતિ સૂરજ નાંબિયારથી અલગ થવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન હવે મૌનીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પોતાની શાનદાર હાજરીથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કાન્સથી સામે આવેલી તેની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના પર ચાહકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.

મૌની પોતાની આગામી ફિલ્મ ‘બોમ્બે સ્ટોરીઝ’ના પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત માર્શે ડુ ફિલ્મમાં સામેલ થઈ હતી. અભિનેત્રીએ કાન્સથી તસવીરો શેર કરતા લખ્યું, “કાન્સ અને કેઓસ! બોનજોર.” તસવીરોમાં મૌની બ્લેક કોલરવાળી મિની ડ્રેસ, સ્ટોકિંગ્સ અને ઓવરસાઈઝ્ડ કોટમાં અત્યંત સ્ટાઈલિશ દેખાઈ રહી છે. તેનો આ ફેશન લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કાન્સ રવાના થતા પહેલા તેને મુંબઈ એરપોર્ટ પર પણ જોવામાં આવી હતી, જ્યાં તે પેપરારાઝીથી બચતી સીધી ફ્રાન્સ માટે નીકળી ગઈ હતી.

વર્કફ્રન્ટ કરતા આ સમયે મૌનીનું અંગત જીવન વધુ ચર્ચામાં છે. મૌની અને સૂરજ નાંબિયારે 2022માં ગોવામાં લગ્ન કર્યા હતા, પરંતુ હવે બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા બંનેએ પોતાના અલગ થવાની જાણકારી આપી હતી. જોકે અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, તે સૂરજ સાથે મિત્રતાનો સંબંધ જાળવી રાખશે. હાલમાં બંનેના અલગ થવાનું કારણ સામે આવ્યું નથી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande