વડાપ્રધાન મોદીના ‘7 સંકલ્પ’ દેશના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટેના સાર્થક પગલાં
નવી દિલ્હી, 19 મે (હિ.સ). કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) ના રાષ્ટ્રીય વેપારી નેતા સંમેલન 2026 ના બીજા દિવસે દેશભરમાંથી આવેલા વ્યાપારી સંગઠનોના પ્રતિનિધિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા “7 વ્યૂહાત્મક પગલાં” ને ભારતની સુરક્ષા
કેટ ના રાષ્ટ્રીય વેપારી નેતા સંમેલન 2026 માં સ્મૃતિ ઈરાની


નવી દિલ્હી, 19 મે (હિ.સ). કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) ના રાષ્ટ્રીય વેપારી નેતા સંમેલન 2026 ના બીજા દિવસે દેશભરમાંથી આવેલા વ્યાપારી સંગઠનોના પ્રતિનિધિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા “7 વ્યૂહાત્મક પગલાં” ને ભારતની સુરક્ષા, આત્મનિર્ભરતા અને આર્થિક મજબૂતીની દિશામાં દૂરોગામી અને ભવિષ્યલક્ષી પહેલ ગણાવી છે.

ભારત મંડપમમાં આયોજિત બે દિવસીય સંમેલનને સંબોધતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ મંગળવારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના 7 પગલાં માત્ર રાષ્ટ્રીય સુરક્ષાનો રોડમેપ નથી, પરંતુ ભારતને આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક રીતે સશક્ત બનાવવાનો એક વ્યાપક દૃષ્ટિકોણ છે. વિકસિત ભારતના નિર્માણમાં મહિલા સશક્તિકરણની ભૂમિકા અત્યંત મહત્વની છે. ઈરાનીએ કહ્યું કે, વેપાર જગતે મહિલાઓના નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા અને આર્થિક ભાગીદારીને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ.

કેટના રાષ્ટ્રીય મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, આજનો વેપારી માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણનો સક્રિય ભાગીદાર બની ગયો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાતેય સંકલ્પો વેપાર જગતને આત્મનિર્ભર ભારત, સ્વદેશી અર્થતંત્ર અને રાષ્ટ્રીય હિતો પ્રત્યે વધુ જાગૃત અને પ્રતિબદ્ધ બનાવશે. વ્યાપારી સમુદાય દરેક પરિસ્થિતિમાં રાષ્ટ્રહિતને સર્વોપરી રાખીને સરકારની સાથે મજબૂતીથી ઉભો રહેશે.

ખંડેલવાલે માહિતી આપી હતી કે, સંમેલનમાં સર્વાનુમતે એક પ્રસ્તાવ પસાર કરીને વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરવામાં આવી હતી અને દેશના વ્યાપારી સમુદાય વચ્ચે આ સાતેય સંકલ્પોને વ્યાપકપણે લાગુ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વેપારી નેતાએ કહ્યું કે, “ઈન્ડિયા ફર્સ્ટ” નો મંત્ર આજે દેશના દરેક વેપારીનો સંકલ્પ બની ગયો છે. દેશના 27 રાજ્યોમાંથી આવેલા અગ્રણી વેપારી નેતાઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે.

સંમેલનની અધ્યક્ષતા કેટના રાષ્ટ્રીય પ્રમુખ બીસી ભરતિયાએ કરી હતી. આ સંમેલનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં જણાવાયું હતું કે, વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ, ભૌગોલિક-રાજકીય તણાવ, આર્થિક પડકારો અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બદલાતા દૃશ્યોને જોતા વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા સાત પગલાં અત્યંત સમયસર અને આવશ્યક છે. વેપારી નેતાઓએ જણાવ્યું હતું કે, આ પગલાંનો ઉદ્દેશ્ય ભારતને આર્થિક રીતે વધુ આત્મનિર્ભર, વ્યૂહાત્મક રીતે મજબૂત, સપ્લાય ચેઈનના સ્તરે સક્ષમ અને કોઈપણ વૈશ્વિક કટોકટી અથવા આક્રમણની સ્થિતિમાં સંપૂર્ણ રીતે તૈયાર કરવાનો છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મોદીએ વેપાર, ઉદ્યોગ, ગ્રાહક અને રાષ્ટ્રહિત વચ્ચે સંતુલન સ્થાપિત કરીને દેશને લાંબા ગાળાની આર્થિક સુરક્ષા પૂરી પાડવાની દિશામાં આ ઐતિહાસિક પહેલ કરી છે.

નોંધનીય છે કે, ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સંમેલનમાં ભાગ લીધો હતો અને 12 થી 15 ઓગસ્ટ દરમિયાન ભારત મંડપમમાં યોજાનાર “ભારતીય વેપાર મહોત્સવ” 2026 ના વેબ પોર્ટલનો શુભારંભ કર્યો હતો. આ મહોત્સવ આઈટીપીઓ અને કેટ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande