લાલ નિશાન પર ખૂલ્યું શેરબજાર, સેન્સેક્સ 464 પોઇન્ટ ગગડ્યો
નવી દિલ્હી, 20 મે (હિ.સ.). પશ્ચિમ એશિયા સંકટ અને વૈશ્વિક બજારોમાં નબળાઈ વચ્ચે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર લાલ નિશાન પર ખૂલ્યું હતું. શરૂઆતી કારોબારમાં બજારના બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાય
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 20 મે (હિ.સ.). પશ્ચિમ એશિયા સંકટ અને વૈશ્વિક બજારોમાં નબળાઈ વચ્ચે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજાર લાલ નિશાન પર ખૂલ્યું હતું. શરૂઆતી કારોબારમાં બજારના બંને મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 464 પોઇન્ટ અને નિફ્ટી 88 પોઇન્ટ સુધી ગગડી ગયા હતા.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) નો સેન્સેક્સ 464.17 પોઇન્ટ એટલે કે 0.62 ટકાના ઘટાડા સાથે 74,736.68 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યો છે. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો નિફ્ટી પણ 87.60 પોઇન્ટ એટલે કે 0.37 ટકાના ઘટાડા સાથે 23,530.40 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

30 શેરો પર આધારિત સેન્સેક્સમાં સામેલ કંપનીઓમાંથી ટાટા સ્ટીલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ, ઈટર્નલ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર નુકસાનમાં રહ્યા હતા. બીજી બાજુ, ઈન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રાના શેરમાં તેજી નોંધાઈ છે.

આ સિવાય એશિયન શેરબજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225, ચીનનો એસએસઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડનો ભાવ 110.8 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે, જ્યારે રૂપિયો બુધવારે શરૂઆતી કારોબારમાં 20 પૈસા તૂટીને સર્વકાલીન નીચલા સ્તર 96.90 પ્રતિ ડોલર પર પહોંચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સ મંગળવારે 114.19 પોઇન્ટ અને નિફ્ટી 31.95 પોઇન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande