પેટ્રોલ, ડીઝલના ભાવમાં 90 પૈસા પ્રતિ લિટરનો વધારો, નવા દર લાગુ
નવી દિલ્હી, 19 મે (હિ.સ). પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. પે
Petrol-and-diesel-prices-hiked-by-90-paise-


નવી દિલ્હી, 19 મે (હિ.સ). પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ 90 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયાની અંદર આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. નવા દર લાગુ થઈ ગયા છે.

ઇન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, આ વધારા પછી નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 87 પૈસા પ્રતિ લિટર વધીને 98.64 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલ 91 પૈસા પ્રતિ લિટરના વધારા સાથે 91.58 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 91 પૈસાના વધારા સાથે ભાવ 107.59 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે, જ્યારે ડીઝલ 94 પૈસા મોંઘું થઈને 94.08 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.

કોલકતામાં પેટ્રોલની કિંમત સૌથી વધુ 96 પૈસા પ્રતિ લિટર વધીને 109.70 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલનો ભાવ 94 પૈસા વધીને 96.07 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ચેન્નાઈમાં પેટ્રોલ 82 પૈસા મોંઘું થઈને 104.49 રૂપિયા અને ડીઝલ 86 પૈસા વધીને 96.11 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે આ નવા વધારાના બરાબર ત્રણ દિવસ પહેલા શુક્રવારે સરકારે દેશભરમાં પેટ્રોલ-ડીઝલ બંનેની કિંમતોમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande