સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સ્વદેશી હાટ બજારના પ્રવેશદ્વાર છલકાતી ગટરના પાણીથી ગંદકીથી છલકાયું
ગીર સોમનાથ 02 મે (હિ.સ.) સ્વદેશી હાટ બજારમાં શોપિંગ માટેની બજાર ખડી કરાઈ છે જેમાં દેશ-વિદેશથી સોમનાથ આવતા યાત્રિકો અને પ્રવાસીઓ ત્યાં ખરીદી કરવા આવે તેવો આ પ્રોજેક્ટ ના ખુલ્લે મુક્યા માત્ર છ મહિના જ થયા છે અને સંપૂર્ણ નવું બાંધકામ કરાયું હોવા છતાં
સોમનાથ મંદિર ટ્રસ્ટ સંચાલિત સ્વદેશી હાટ


ગીર સોમનાથ 02 મે (હિ.સ.) સ્વદેશી હાટ બજારમાં શોપિંગ માટેની બજાર ખડી કરાઈ છે જેમાં દેશ-વિદેશથી સોમનાથ આવતા યાત્રિકો અને પ્રવાસીઓ ત્યાં ખરીદી કરવા આવે તેવો આ પ્રોજેક્ટ ના ખુલ્લે મુક્યા માત્ર છ મહિના જ થયા છે અને સંપૂર્ણ નવું બાંધકામ કરાયું હોવા છતાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી હાલનચાલનમાં નડે તે રીતે તેમજ એ ભૂગર્ભ ગટરના ઢાંકણાને વટાવી ગંદુ પાણી બધે રેલાય છે. જેથી આજુબાજુ નાસ્તો ભોજન કે ખરીદી કરવા આવતા લોકો તે સ્થળોની દુકાનો તરફ પણ બિલકુલ જોતા નથી લોકોમાં સવાલ એ ઉઠયો છે કે જ્યારે આ હાટ બજાર બનાવાઇ ત્યારે ભૂગર્ભ ગટરના નિકાસની વૈજ્ઞાનિક ટેકનિકલ પદ્ધતિ પણ જાણે અપનાવાઇ ન હોય તેવું લાગે છે સત્તાવાળાઓનું ધ્યાન દોર્યા બાદ 15 જેટલા ટ્રેક્ટરો આ ગંદુ પાણી ખેંચવા લગાવાયા છે પરંતુ કાયમી ઉકેલ કે કાયમી સફાઈ કરાતી ન હોય તેવું ભાસે છે અને સુપરવિઝન તથા દેખરેખ ની જરૂર છે અને તેથી વિશેષ આ પાણી કાયમી ધોરણે કોઈ મોટી ગટર સાથે જોડાણ આપવું જરૂરી છે અન્યથા સમસ્યા ઠેરની ઠેર જ રહેવા સંભવ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande