
નવી દિલ્હી, 02 મે (હિ.સ.) પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીના ઘરે ફરી એકવાર ખુશીઓએ દસ્તક આપી છે. મુનવ્વર અને તેમની પત્ની મહઝબીન કોટવાલા એક સુંદર પુત્રીના માતા-પિતા બન્યા છે. લગ્નના લગભગ 2 વર્ષ બાદ આવેલા આ ખુશખબરથી તેમના ચાહકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમને સતત અભિનંદન મળી રહ્યા છે.
મુનવ્વરે સોશિયલ મીડિયા દ્વારા આ ખાસ ક્ષણને ચાહકો સાથે શેર કરી છે. તેમણે હોસ્પિટલમાંથી પત્ની અને નવજાત પુત્રીની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જોકે, અંગતતા જાળવી રાખતા તેમણે ચહેરો સંપૂર્ણપણે બતાવ્યો નથી. તસવીરો સાથે તેમણે લખ્યું, ઘરમાં બરકત આવી. તસવીરોમાં મુનવ્વરની ખુશી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
જણાવી દઈએ કે, મુનવ્વર અને મહઝબીન આ મહિને તેમના લગ્નની બીજી વર્ષગાંઠ ઉજવવાના છે. આ અવસર પહેલા પિતા બનવાની ખુશી તેમના માટે વધુ ખાસ બની ગઈ છે. વરુણ ધવન, ગૌહર ખાન, અલી ગોની અને રણવીર અલ્લાહબાદિયા સહિત અનેક સિતારાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મુનવ્વર અને મહઝબીને વર્ષ 2024માં ગુપ્ત રીતે નિકાહ કર્યા હતા અને પોતાની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખી હતી. મુનવ્વરને તેના પહેલા લગ્નથી એક પુત્ર પણ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ