ગોયલે કેનેડા મુલાકાત દરમિયાન મજબૂત આર્થિક સંબંધો, સીઈપીએ વાટાઘાટો પર ભાર મૂક્યો
નવી દિલ્હી, 28 મે (હિ.સ.). કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, ગુરુવારે કેનેડાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાત પૂર્ણ કરી, જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય આર્થિક જોડાણને વધુ ઊંડું બનાવવાનો અને ભારત-કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) મા
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે,  કેનેડાની તસ્વીરો શેર કરી


નવી દિલ્હી, 28 મે (હિ.સ.). કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે, ગુરુવારે કેનેડાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાત પૂર્ણ કરી, જેનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય આર્થિક જોડાણને વધુ ઊંડું બનાવવાનો અને ભારત-કેનેડા વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઈપીએ) માટેની વાટાઘાટોને વેગ આપવાનો હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ગોયલે કેનેડામાં અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જેમાં 100 થી વધુ ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ હતા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ ટોરોન્ટો અને ઓટાવામાં નીતિ-નિર્માતાઓ, રોકાણકારો, વ્યાપારી અગ્રણીઓ, શિક્ષણવિદો અને ભારત-કેનેડિયન સમુદાયના સભ્યો સાથે ઉચ્ચ સ્તરીય બેઠકોની શ્રેણી યોજી હતી.

આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર, ટેકનોલોજી, સ્વચ્છ ઊર્જા, માળખાકીય સુવિધાઓ, નવીનતા અને અદ્યતન ઉત્પાદનના ક્ષેત્રોમાં સહકારને મજબૂત બનાવવાનો હતો. આ દરમિયાન ભારત અને કેનેડાએ 2030 સુધીમાં પોતાના દ્વિપક્ષીય વેપારને વધારીને 50 અબજ ડોલર સુધી પહોંચાડવાની પણ પોતાની પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારી છે, જે હાલમાં 8.5 અબજ ડોલરનો છે.

વાણિજ્ય મંત્રીની આ મુલાકાતનો મુખ્ય હેતુ, સીઈપીએ માટે ચાલી રહેલી વાટાઘાટોને ઝડપી બનાવવાનો અને ટેકનોલોજી, ઉત્પાદન તેમજ સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવાનો હતો. ગોયલે રોકાણ અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણવિદો, ઓન્ટારિયોના પ્રીમિયર અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે ચર્ચા કરી હતી.

ગોયલે આ પ્રવાસ દરમિયાન ટોરોન્ટોમાં શિક્ષણ જગત, નવીનતા, સરકાર, વેપાર પરિષદો, સંસ્થાકીય રોકાણકારો અને ભારતીય પ્રવાસી સમુદાયો સાથે ઘણી મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી બેઠકો યોજી હતી. આ બેઠકોએ ભારત-કેનેડા આર્થિક ભાગીદારીમાં બનેલી સતત ગતિને વધુ મજબૂત બનાવી અને રોકાણ, તકનીકી સહયોગ તેમજ લાંબા ગાળાની ભાગીદારી માટે એક અગ્રણી વૈશ્વિક સ્થળ તરીકે ભારતના ઉભરવાને રેખાંકિત કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande