કેશોદ તાલુકામાં રૂ.૧.૮૩ કરોડના ૬૯ વિકાસ કામો મંજૂર, ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધામાં થશે વધારો : જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂરીની લાગી મહોર
જુનાગઢ 29 મે (હિ.સ.) કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જન સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા રૂ.૧.૮૩ કરોડના ૬૯ વિકાસ કામો મંજૂર થયા છે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વેગ મળે તે માટે જુદા જુદા વિકાસ કાર્યો મંજૂર કરવામ
કેશોદ તાલુકામાં રૂ.૧.૮૩ કરોડના ૬૯ વિકાસ કામો મંજૂર, ગ્રામ્ય વિસ્તારમાં પાયાની સુવિધામાં થશે વધારો : જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંજૂરીની લાગી મહોર


જુનાગઢ 29 મે (હિ.સ.) કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જન સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા રૂ.૧.૮૩ કરોડના ૬૯ વિકાસ કામો મંજૂર થયા છે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વેગ મળે તે માટે જુદા જુદા વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં સામાન્ય વિસ્તારમાં રૂ.૧.૫૨ કરોડના ૫૬ વિકાસ કામો મંજૂર થયા છે. જેમાં પાણી પુરવઠા માટે પાઇપલાઇન, ભૂગર્ભ ગટર, સીસી રોડ અને પેવર બ્લોક ઉપરાંત કોઝ-વે, પૂર સંરક્ષણ દિવાલ સહિતના પ્રજાલક્ષી કામો મંજૂર કરવામાં આવ્યા છે.

જિલ્લા આયોજન મંડળની જોગવાઈ મુજબ અનુસૂચિત જાતિ વિસ્તારમાં રૂ.૩૦.૪૦ લાખના ૧૩ વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં મજૂર કલ્યાણ કેન્દ્ર, સી.સી રોડ ભૂગર્ભ ગટર, જાહેર શૌચાલય, પેવર બ્લોક વગેરે કામોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લા આયોજન મંડળની બેઠક વર્ચ્યુઅલી જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને અને સહ પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં ઉક્ત વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande