પારનેરામાં ગુજરાત યોગ બોર્ડનો 15 દિવસીય સમર કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ
વલસાડ, 29 મે (હિ.સ.) ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પ-2026 અંતર્ગત વલસાડ તાલુકાના પારનેરા ખાતે 15 દિવસીય સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકા યોગ કોચ ધરાબેન સુનિલભાઈ શોભાના માર્ગદર્શન હેઠળ સંકટ મોચન હનુમાન મંદિર,
ગુજરાત યોગ બોર્ડનો 15 દિવસીય સમર કેમ્પ


વલસાડ, 29 મે (હિ.સ.)

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સમર કેમ્પ-2026 અંતર્ગત વલસાડ તાલુકાના પારનેરા ખાતે 15 દિવસીય સમર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકા યોગ કોચ ધરાબેન સુનિલભાઈ શોભાના માર્ગદર્શન હેઠળ સંકટ મોચન હનુમાન મંદિર, પારનેરા ખાતે દરરોજ સવારે 7થી 8 વાગ્યા દરમિયાન યોજાયેલા આ કેમ્પમાં 100થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન બાળકોને યોગાસન, પ્રાણાયામ, ધ્યાન, રમતગમત, ટીમવર્ક અને વ્યક્તિત્વ વિકાસ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના મહત્વ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.

સમર કેમ્પનો સમાપન સમારોહ 28 મેના રોજ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રીતિબેન વૈષ્ણવ, યોગ ટ્રેનર્સ પ્રેમલતા યાદવ, જ્યોતિ રાણા, શીતલ ભાનુશાલી, પારનેરા ગામના આગેવાનો રાજુભાઈ પટેલ અને વિરેનભાઈ પટેલ, સમર્પણ ધ્યાન સંસ્થાના સુનિલ શોભા અને ધ્રુવીબેન સહિત મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પ્રીતિબેન પાંડેએ બાળકોને જીવનમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણીનું મહત્વ સમજાવતાં પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. કેમ્પ પૂર્ણ થતાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને બાળકો માટે નાસ્તા તથા જ્યુસની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને પ્રેરણાદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો.

સમર કેમ્પને સફળ બનાવવા જિલ્લા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતા જયભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત સભ્ય હેતલબેન પટેલ, સરપંચ ભરતભાઈ પટેલ, પારનેરા હાઈસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ તેમજ સમાજસેવક વિરેનભાઈ પટેલે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande