કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે, સીબીએસઈ ની ઉત્તરવહીઓ સાથે મોટા પાયે ડેટા લીકનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી, 31 મે (હિ.સ.). કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે, ફરી એકવાર સીબીએસઈ ના ધોરણ 12 ની ઉત્તરવહી ચકાસણી વિવાદ પ્રત્યે કેન્દ્ર સરકારના અભિગમ પર સવાલ ઉઠાવ્યા છે. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, આ એક મોટો ડેટ
કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશ


નવી દિલ્હી, 31 મે (હિ.સ.). કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે, ફરી એકવાર સીબીએસઈ ના ધોરણ 12 ની ઉત્તરવહી ચકાસણી વિવાદ પ્રત્યે કેન્દ્ર સરકારના અભિગમ પર સવાલ ઉઠાવ્યા છે.

જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, આ એક મોટો ડેટા લીક છે જેણે 20 લાખ વિદ્યાર્થીઓની ગોપનીયતાને ગંભીર રીતે જોખમમાં મૂકી છે. તેમણે કહ્યું કે, કોએમ્પ્ટ ની અક્ષમતા અને અસંવેદનશીલતા ફરી એકવાર ખુલ્લી પડી છે. કોએમ્પ્ટ એ જ કંપની છે જેને સીબીએસઈ એ આરએફપી ની ટેકનિકલ શરતોમાં ફેરફાર કર્યા પછી કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ ફેરફારથી કોએમ્પ્ટ ને ફાયદો થયો હોવાની શક્યતા છે.

રમેશે ઉત્તરવહીઓમાં દેખાતા પેપર ફોલ્ડિંગ અને પડછાયા જેવા ગુણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ ગુણ સામાન્ય રીતે મોબાઇલ ફોનથી લેવામાં આવેલા સ્કેનમાં દેખાય છે, સ્કેનિંગ મશીનોમાં નહીં. ત્રીજા આરએફપી માં રોબોટિક સ્કેનર્સની જરૂરિયાત દૂર કરવામાં આવી હતી. તો કોએમ્પ્ટ કયા પ્રકારના સ્કેનરનો ઉપયોગ કરે છે?

જયરામ રમેશે આ સમગ્ર મામલાને શિક્ષણ પ્રણાલી અને વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રત્યેની બેદરકારી ગણાવતા કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. તેમણે કહ્યું કે સંવેદનશીલ વિદ્યાર્થીઓની માહિતી લીક થવાની આ ઘટના અત્યંત ગંભીર છે અને તેમાં સામેલ કંપનીઓ અને અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનૂપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande