ટેકા ના ભાવે મગની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ.
પોરબંદર, 31 મે (હિ.સ.)પોરબંદર જિલ્લાના ખેડૂતો ના મગની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ થઈ છે. ભારત સરકાર દ્વારા ખરીફ 2025-26અંતર્ગત પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ઉનાળુ મગ પાક માટે રૂ. 8,768 પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.આ યોજના અંતર્ગ
ટેકા ના ભાવે મગની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ.


પોરબંદર, 31 મે (હિ.સ.)પોરબંદર જિલ્લાના ખેડૂતો ના મગની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ થઈ છે.

ભારત સરકાર દ્વારા ખરીફ 2025-26અંતર્ગત પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ઉનાળુ મગ પાક માટે રૂ. 8,768 પ્રતિ કિવન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત ખેડૂતો ટેકાના ભાવે પોતાના મગનું વેચાણ કરી શકે તે માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા તા. 10-06-2026 (દિન-15) દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઈ– ગ્રામ કેન્દ્રો ખાતે રાખવામાં આવેલ છે. ખેડૂતો ત્યાં જઈને આધાર ઓથેન્ટીકેશન પી.ઓ.એસ. (થમ્બ ઈમ્પ્રેશન) અથવા ફેસ ઓથેન્ટીકેશનનો ઉપયોગ કરીને વી.સી.ઈ. મારફતે નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર વિનામુલ્યે પોતાની નોંધણી કરાવી શકશે.

આ ખરીદીનો લાભ લેવા માટે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે, કારણ કે આ રજીસ્ટ્રેશન હેઠળ આવરી લેવાયેલ સર્વે નંબરનો વિસ્તાર જ નોંધણી માટે ધ્યાને લેવામાં આવશે.તેથી તમામ ખેડૂત ભાઈઓએ વહેલી તકે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવું અને તેમાં પોતાના તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવી લેવો જરૂરી છે.ખેડૂતો પોતે જ પોતાના સ્માર્ટફોન દ્વારા પોર્ટલ પર જઈને અથવા “ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત “ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને આ રજીસ્ટ્રેશન સરળતાથી કરી શકે છે.આ ઉપરાંત, જો કોઈ મુશ્કેલી જણાય તો ગામના વી.સી.ઈ.વી.એલ.ઈ. ઓપરેટર,સી.એસ.સી. સેન્ટર અથવા ગ્રામસેવક પાસે જઈને પણ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકાય છે, જેથી સમયસર ટેકાના ભાવે વેચાણનો લાભમેળવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande