
નવી દિલ્હી, 06 મે (હિ.સ.) સ્થાનિક ઝવેરી બજારમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન નબળાઈ જોવા મળી રહી છે. સોનાના ભાવમાં આજે 400 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી લઈને 440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો ઘટાડો થયો છે. આ જ રીતે ચાંદી આજે 10 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી સસ્તી થઈ છે. કિંમતોમાં ઘટાડાને કારણે દેશના મોટાભાગના ઝવેરી બજારોમાં 24 કેરેટ સોનું આજે 1,49,170 રૂપિયાથી લઈને 1,50,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આવી જ રીતે 22 કેરેટ સોનું આજે 1,36,740 રૂપિયાથી લઈને 1,38,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે વેચાઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ ઘટાડો થવાને કારણે દિલ્હીના ઝવેરી બજારમાં આ ચમકતી ધાતુ આજે શરૂઆતી કારોબાર દરમિયાન 2,54,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે વેચાઈ રહી છે.
દિલ્હીમાં આજે 24 કેરેટ સોનું 1,49,320 પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,36,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધવામાં આવી છે. બીજી તરફ, દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 24 કેરેટ સોનું 1,49,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,36,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. આ જ રીતે અમદાવાદમાં 24 કેરેટ સોનાની છૂટક કિંમત 1,49,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાની કિંમત 1,36,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ છે.
આ મુખ્ય શહેરો ઉપરાંત ચેન્નાઈમાં આજે 24 કેરેટ સોનું 1,50,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે અને 22 કેરેટ સોનું 1,38,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. કોલકાતામાં 24 કેરેટ સોનું 1,49,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,36,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. ભોપાલમાં 24 કેરેટ સોનાની કિંમત 1,49,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,36,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
લખનઉના ઝવેરી બજારમાં આજે 24 કેરેટ સોનું 1,49,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે અને 22 કેરેટ સોનું 1,36,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. પટનામાં 24 કેરેટ સોનાની કિંમત 1,49,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે, જ્યારે 22 કેરેટ સોનું 1,36,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે. જયપુરમાં 24 કેરેટ સોનું 1,49,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું 1,36,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
દેશના અન્ય રાજ્યોની જેમ કર્ણાટક, તેલંગાણા અને ઓડિશાના ઝવેરી બજારોમાં પણ આજે સોનાના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ત્રણેય રાજ્યોની રાજધાનીઓ બેંગલુરુ, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં 24 કેરેટ સોનું 1,49,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે કારોબાર કરી રહ્યું છે. આ જ રીતે આ ત્રણેય શહેરોમાં 22 કેરેટ સોનું 1,36,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ