યુદ્ધ અટકવાની આશાથી કાચા તેલના ભાવ ગગડ્યા, બ્રેન્ટ ક્રૂડમાં મંગળવારના ઉચ્ચ સ્તરથી 7 ટકાનો ઘટાડો
નવી દિલ્હી, 06 મે (હિ.સ.). અમેરિકા તરફથી ઓપરેશન એપિક ફ્યુરી સમાપ્ત કરવાની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ મંગળવારના ઉચ્ચ સ્તરથી આશરે 7 ટકા ઘટીને 108 ડોલર પ્રતિ બેર
પ્રતીકાત્મક


નવી દિલ્હી, 06 મે (હિ.સ.). અમેરિકા તરફથી ઓપરેશન એપિક ફ્યુરી સમાપ્ત કરવાની જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ મંગળવારના ઉચ્ચ સ્તરથી આશરે 7 ટકા ઘટીને 108 ડોલર પ્રતિ બેરલની સપાટીની આસપાસ વેપાર કરતું જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ પણ મંગળવારના ઉચ્ચ સ્તરથી લગભગ 2.20 ટકા જેટલું ઘટ્યું છે.

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ વ્હાઇટ હાઉસમાં પત્રકારોને જણાવ્યું કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર બોમ્બમારો શરૂ કર્યાના 66 દિવસ બાદ ઓપરેશન એપિક ફ્યુરી સમાપ્ત થઈ ગયું છે, કારણ કે અમેરિકાએ આ ઓપરેશનનો હેતુ સિદ્ધ કરી લીધો છે. આ સાથે જ અમેરિકાએ પશ્ચિમ એશિયામાં ફરી એકવાર સક્રિય યુદ્ધ શરૂ થવાની શક્યતા ખૂબ ઓછી ગણાવી છે. આ જ રીતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટ્રુથ સોશિયલ પોસ્ટ દ્વારા જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો કાઢવાના અમેરિકી પ્રયાસો રોકી દેવામાં આવશે. જોકે, આ જ પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટમાં નેવીની નાકાબંધી ચાલુ રહેશે.

પશ્ચિમ એશિયામાં શાંતિની આશાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં નરમાઈનું વલણ જોવા મળ્યું છે. આજે બ્રેન્ટ ક્રૂડ 2.12 ડોલર પ્રતિ બેરલના ઘટાડા સાથે 107.75 ડોલર પ્રતિ બેરલની સપાટીએ વેપાર શરૂ કર્યો હતો. જોકે થોડી જ વારમાં બ્રેન્ટ ઉછળીને 108.83 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું હતું. ભારતીય સમય મુજબ સવારે 9 વાગ્યા સુધીના વેપાર બાદ બ્રેન્ટ ક્રૂડ 108.01 ડોલર પ્રતિ બેરલની સપાટીએ વેપાર કરી રહ્યું હતું.

એ જ રીતે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 2.40 ડોલર પ્રતિ બેરલ ઘટીને 99.87 ડોલર પ્રતિ બેરલની સપાટીએ વેપાર શરૂ કર્યો હતો. થોડી જ વારમાં તે ઘટીને 99.12 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચી ગયું હતું. ત્યારબાદ તેની ચાલમાં તેજી આવી હતી. ભારતીય સમય મુજબ સવારે નવ વાગ્યે ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 100.39 ડોલર પ્રતિ બેરલની સપાટીએ વેપાર કરી રહ્યું હતું.

માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, જો પશ્ચિમ એશિયામાં યુદ્ધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય અને હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો પણ સંપૂર્ણ રીતે ખુલી જાય, તો પણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં મોટો ઘટાડો થવાની સંભાવના ઓછી છે ટીીએનવી ફાયનાન્શિયલ સર્વિસીસના સીઈઓ તારકેશ્વર નાથ વૈષ્ણવનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં શાંતિ થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત ઘટીને 85 થી 90 ડોલર પ્રતિ બેરલની સપાટી સુધી આવી શકે છે. જોકે, તેની કિંમત યુદ્ધ શરૂ થયા પહેલાના સ્તર સુધી એટલે કે 60 થી 70 ડોલર પ્રતિ બેરલની સપાટી સુધી આવવામાં સમય લાગી શકે છે. તેનું એક મોટું કારણ પશ્ચિમ એશિયાના યુદ્ધ દરમિયાન બોમ્બમારાને કારણે ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલું મોટા પાયે નુકસાન છે.

તારકેશ્વર નાથ વૈષ્ણવના જણાવ્યા અનુસાર, જંગ દરમિયાન ઇઝરાયેલે ઇરાનના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોરદાર નિશાન બનાવ્યું હતું. એ જ રીતે વળતા હુમલામાં ઈરાને પણ અમેરિકાના સાથી ગણાતા ખાડીના અનેક દેશો પર હુમલો કરીને તેમના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે ખાડી દેશોમાંથી થતી કાચા તેલની સપ્લાય આગામી દિવસોમાં પણ ઘણી હદ સુધી અવરોધાયેલી રહેશે. એકવાર ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફરીથી પહેલા જેવું તૈયાર થઈ ગયા પછી જ વિશ્વભરમાં કાચા તેલની સપ્લાય સામાન્ય થઈ શકશે અને ત્યારે જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત યુદ્ધ શરૂ થયા પહેલાના સ્તર સુધી આવી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande