પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કક્ષાનું ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું
પાટણ, 15 જૂન (હિ.સ.)પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કક્ષાનું ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું હતું. “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ જિલ્લા પ્રભારી મંત્રી સ
પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કક્ષાનું ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું


પાટણ, 15 જૂન (હિ.સ.)પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જિલ્લા કક્ષાનું ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાયું હતું. “12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન છેલ્લા 12 વર્ષની વિકાસયાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક નાગરિક સુધી પહોંચાડવાનો અને વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને મજબૂત કરવાનો હતો.

આ પ્રસંગે પાટણ જિલ્લામાં વિવિધ વિકાસકાર્યો અને પ્રકલ્પોની મુલાકાત માટે વિશેષ પ્રવાસ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે આ પ્રવાસ વડાપ્રધાનના સુશાસન અને વિકાસના વિઝનને જનજન સુધી પહોંચાડવા માટે આયોજનબદ્ધ રીતે શરૂ કરવામાં આવ્યો છે.

પ્રવાસ કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, લોકસભાના સાંસદ ભરત ડાભી, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિકભાઈ પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવલ સહિત જિલ્લા ભાજપના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર નાગરિકોનું સન્માન કરવામાં આવ્યું તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande