જામનગરમાં શાકભાજી લેવા ગયેલા પત્ની ઉપર શંકા કરીને પતિએ પાવડા વડે હુમલો કર્યો
જામનગર, 15 જૂન (હિ.સ.) જામનગરમાં એક પતિએ પોતાના પત્ની ઉપર શંકા કુશંકા રાખીને પાવડા વડે હુમલો કર્યો હતો અને હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે પત્નીએ પોતાના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જામનગરના યાદવનગર વિસ્તારમાં રહેતા પૂજા દિનેશભાઈ
હુમલો


જામનગર, 15 જૂન (હિ.સ.) જામનગરમાં એક પતિએ પોતાના પત્ની ઉપર શંકા કુશંકા રાખીને પાવડા વડે હુમલો કર્યો હતો અને હાથે પગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ અંગે પત્નીએ પોતાના પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જામનગરના યાદવનગર વિસ્તારમાં રહેતા પૂજા દિનેશભાઈ કાળુ ગઈકાલે રવિવારે સાંજે શાકભાજી લેવા ગયા હતા અને ઘરે પરત ફરતા તેના પતિ એ તેણી ઉપર શંકા કુશંકા રાખીને ગાળો કાઢી હતી અને પાવડા વડે આડેધડ હુમલો કર્યો હતો. જેમાં પૂજાબેન ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા આવ્યા હતા. જ્યાં માથામાં સાત ટાંકા લેવા માં આવ્યા . તથા હાથમાં ફ્રેક્ચર નહીં ઈજા થઈ હતી ઉપરાંત પગ અને ખભા માં પણ ઇજાઓ પહોંચી હતી.આ બનાવ અંગે પૂજાબેને પોતાના પતિ દિનેશ રામજી કાળુ સામે પોતાને ગંભીર ઇજાઓ પહોંચાડવા અંગે પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધયો હતો. આ બનાવની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એમ ઝાલા ચલાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande