કડી તાલુકાની આરોગ્ય સંસ્થાઓની અધિકારીઓએ કરી મુલાકાત, કામગીરીની સમીક્ષા
મહેસાણા, 15 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) દ્વારા પી
કડી તાલુકાની આરોગ્ય સંસ્થાઓની અધિકારીઓએ કરી મુલાકાત, કામગીરીની સમીક્ષા


મહેસાણા, 15 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

આજરોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) દ્વારા પીએચસી મેડા આદરાજની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રના વિવિધ રેકોર્ડ અને રજિસ્ટરોની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દર્દીઓની સુવિધાઓ અને સરકારી આરોગ્ય યોજનાઓના અમલીકરણ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રિજેશ પ્રજાપતિ દ્વારા પીએચસી મેડા આદરાજ, આમ મણિપુર, આમ ડરણ અને પીએચસી ખાવડ સહિતની આરોગ્ય સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી તેમજ આરોગ્ય કર્મચારીઓ સાથે ચર્ચા કરી સેવા કાર્યને વધુ સુદ્રઢ બનાવવા સૂચનો આપવામાં આવ્યા હતા.

અધિકારીઓએ રેકોર્ડ અને રજિસ્ટરોની ચકાસણી કરી નિયમિત કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તેમજ આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

આ પ્રકારની નિયમિત મુલાકાતોથી આરોગ્ય કેન્દ્રોની કામગીરીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande