મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડનગરમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન
મહેસાણા, 15 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત GMERS જનરલ હોસ્પિટલ ખાતે રક્તની અછત દૂર કરવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ રહે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડનગરમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન


મહેસાણા, 15 જૂન (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત GMERS જનરલ હોસ્પિટલ ખાતે રક્તની અછત દૂર કરવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ થઈ રહે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સરકારી કર્મચારીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના સભ્યો, યુવાનો તેમજ સ્વૈચ્છિક રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કેમ્પ દરમિયાન તબીબો અને આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા રક્તદાતાઓની આરોગ્ય તપાસ કર્યા બાદ સુરક્ષિત રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ માનવસેવાના આ કાર્યમાં જોડાઈ રક્તદાન કરી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી હતી.

જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે રક્તની સતત જરૂરિયાત રહેતી હોય છે. આવા કેમ્પો દ્વારા રક્ત ભંડારમાં વધારો થવાની સાથે જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવામાં મદદ મળે છે.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાતાઓના સેવાભાવને બિરદાવ્યો હતો અને વધુમાં વધુ લોકો સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરી હતી. કેમ્પના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને GMERS હોસ્પિટલ તંત્ર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande